અનિલ કપૂર 'દિલ ધડકને દો'માં નહોતો કરવાં માંગતો પ્રિયંકા ચોપરાનાં પિતાનો રોલ, જાણો કારણ
News18 Gujarati Updated: January 22, 2021, 5:30 PM IST
અનિલ કપૂર અને પ્રિયંકા ચોપરા
અનિલ કપૂર (Anil Kapoor)એ જણાવ્યું કે, તે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નાં પતિાનો રોલ નહોતો કરવાં માંગતો. કારણકે એક ફિલ્મ તેઓ પ્રિયંકાની અપોઝિટ રોલ આવી ચુક્યા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઝોયા અક્તર (Zoya Akhtar)ની ફિલ્મ દિલ ધડકને દો (Dil Dhadakne DO)માં અનિલ કપૂર (Anil Kapoor)એ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નાં પિતાનો રોલ અલા અદ કર્યો હતો. આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂંમાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે, તે આ ફિલ્મમાં પ્રિયંકાનાં પિતાનો રોલ નહોતા કરવાં ઇચ્છતા. અનિલ કપૂરે કહ્યુંકે, આ ફિલ્મ પહેલાં તેમને પ્રિયંકાની ઓપોઝિટ રોલ આવી ચુક્યા હતાંય
એક ન્યૂઝ સાઇટ સાથે વાત કરતાં અનિલ કપૂરે કહ્યું કે, આ પહેલી વખત નથી કે હું મારા રોલ સાથે એક્સપિરિમેન્ટ કરી રહ્યો હોવું. આ પહેલાં પણ ફિલ્મ લમ્હેમાં માં એક મોટી ઉંમરનાં વ્યક્તિનું કિરદાર અદા કર્યું હતું. જ્યારે ફિલ્મ 'દિલ ધડકને દો' માં મને પ્રિયંકાનાં પિતાનો રોલ ઓફર થયો તો મને તે કરવામાં ખચકાટ થઇ રહ્યો હતો. આ ફિલ્મ પહેલાં મને પ્રિયંકની સાથે રોમેન્સ કરવાની તેની ઓપોઝિટ ઓફર મળી ચૂકી હતી.
આ પણ વાંચો- Varun-Natasha Wedding: પરિવારની સાથે અલીબાગ માટે નીકળી દુલ્હનિયા, જુઓ PHOTOSબાદમાં અનિલ કપૂરનાં દીકરા હર્ષવર્ધનનાં સમજાવવા પર તે ફિલ્મ કરવાં રાજી થઇ ગયો. હર્ષવર્ધને પિતાને સમજાવ્યું કે, તે સાચેમાં પ્રિયંકાનાં પિતા નથી તેમને એક કિરદાર અદા કરવાનું છે. ફિલ્મમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાનાં બાળકો છે. ફિલ્મ ઝોયા ડિરેક્ટ કરી રહી હતી. અનિલ કપૂર ઉપરાંત ફિલ્મમાં શેફાલી શાહ, અનુષ્કા શર્મા અને ફરહાન અખ્તર પમ હતાં.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનિલ કપૂર ફિલ્મમેકર રાજ મેહતાની અપકમિંગ ફિલ્મ જુગ જુગ જિયોમાં વરુણ ધવન અને કિયારા અડવાણીની સીથે કામ કરશે. તો અનિલ કપૂર વધુ એક ફિલ્મમાં નજર આવશે જેનું નામ એનિમલ છે. જેમાં તે રણબીર કપૂર, બોબી દેઓલ અને પરિણીતિ ચોપરાની સાથે નજર આવશે. થોડા દિવસ પહેલાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપની ફિલ્મ AKvsAK નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.
Published by:
Margi Pandya
First published:
January 22, 2021, 5:26 PM IST