અંકિતા લોખંડેએ ફિલ્મ ‘ચાલબાઝ’નો શ્રીદેવીનો મેકઅપ સીન રીક્રીએટ કર્યો, Video થયો Viral

News18 Gujarati
Updated: February 3, 2021, 10:17 PM IST
અંકિતા લોખંડેએ ફિલ્મ ‘ચાલબાઝ’નો શ્રીદેવીનો મેકઅપ સીન રીક્રીએટ કર્યો, Video થયો Viral
વીડિયો ગ્રેબ

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે એક મનોરંજક રીલ શેર કરી હતી. જે તેણે તેની મિત્ર અભિનેત્રી અપર્ણા દિક્ષિત સાથે બનાવી છે.

  • Share this:
અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે એક મનોરંજક રીલ શેર કરી હતી. જે તેણે તેની મિત્ર અભિનેત્રી અપર્ણા દિક્ષિત સાથે બનાવી છે. જેમાં બંને શ્રીદેવીની લોકપ્રિય ફિલ્મ ‘ચાલબાઝ’ ના એક સીનને ફરીથી ભજવતા જોઈ શકાય છે. અંકિતાએ આ વીડિયોમાં શ્રીદેવીના રોલને યોગ્ય રીતે ભજવ્યો હતો, જે સંપૂર્ણ મનોરંજક છે. ‘મણિકર્ણિકા’ ફિલ્મની આ અભિનેત્રીએ ક્લિપ શેર કરીને તેને કેપશન આપ્યું, “મારી અપર્ણા દિક્ષિત સાથે પ્રથમ રીલ"


View this post on Instagram


A post shared by Ankita Lokhande (@lokhandeankita)


ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે તાજેતરમાં સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની જન્મજયંતિ નિમિત્તે નોટ લખી હતી. અંકિત અને સુશાંતની જોડી થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતી.

સુશાંતનો અનસીન વીડિયો શેર કરતાં અંકિતાએ લખ્યું હતું કે, “મારે કેવી રીતે શરૂઆત કરવી અને શું કહેવું તે ખબર નથી, પરંતુ હા આજે હું સુશાંતના કેટલાક જુના વિડીયો શેર કરું છું. આ ફક્ત તમારી સાથેની યાદો છે. અને હું હંમેશાં યાદ રાખીશ- ખુશ, ઇન્ટેલીજન્ટ, રોમેન્ટિક, પાગલ અને એડોરેબલ.”

ફિલ્મ ‘મણિકર્ણિકા: ઝાંસીની રાણી’ સાથે પ્રભાવશાળી પદાર્પણ બાદ, અંકિતા લોખંડે છેલ્લે એક્શન એન્ટરટેઇનર ફિલ્મ ‘બાગી 3’ માં જોવા મળી હતી. પોતાના પૂર્વ પ્રેમી સુશાંતના મૃત્યુ બાદ તેણે જસ્ટિસ ફોર સુશાંત માટે પણ ઘણી મુહીમ ચલાવી હતી. આ ઉપરાંત અંકિતા સોશિયલ મીડિયામાં પણ સુશાતના જન્મદિન, તેની યાદગીરી વિશે હંમેશા યાદ કરાવતી રહી છે. તેની અને સુશાંતની વચ્ચે સંબંધો તૂટી ગયા બાદ લગભગ સુશાંતના મૃત્યુ સુધી તેઓ મળ્યા નહોતા. તાજેતરમાં ઉત્તરાયણના દિવસે પણ અંકિતાએ સુશાંતના માંઝા સોંગ પર એક વીડિયો બનાવીને મૂક્યો હતો. તેણે લખ્યું હતું આજે પણ આ ગીતના શબ્દો મને ગૂઝબંધ આપે છે.
Published by: Jay Mishra
First published: February 3, 2021, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading