'ધ કપિલ શર્મા શો' ના સેટ પર ચોરીની યોજના બનાવી રહ્યા છે અર્ચના-કૃષ્ણા, પ્રાઇવેટ વાતો લીક, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: February 17, 2021, 3:22 PM IST
'ધ કપિલ શર્મા શો' ના સેટ પર ચોરીની યોજના બનાવી રહ્યા છે અર્ચના-કૃષ્ણા, પ્રાઇવેટ વાતો લીક, જુઓ વીડિયો
અર્ચના પૂરણ સિંહ ચાહકો સાથે ધ કપિલ શર્મા શોના બેકસ્ટેજ અથવા શૂટિંગ વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે

અર્ચના પૂરણ સિંહ ચાહકો સાથે ધ કપિલ શર્મા શોના બેકસ્ટેજ અથવા શૂટિંગ વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે

  • Share this:
મુંબઇ : અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh)કોમેડીની દુનિયામાં એક મોટું નામ છે. તે ઘણા કોમેડી શો માં જજ રહી છે. હાલમાં તે 'ધ કપિલ શર્મા શો' માં (The Kapil Sharma Show) જજ તરીકે જોવા મળી રહી છે. અર્ચના ચાહકો સાથે ધ કપિલ શર્મા શોના બેકસ્ટેજ અથવા શૂટિંગ વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોમેડિયન કૃષ્ણા અભિષેક (krushna abhisheks)સાથે ખાનગી વાતચીત કરતી જોવા મળી રહી છે.

ખરેખર, અર્ચનાએ 'સપના' એટલે કે 'ધ કપિલ શર્મા શો'ના અભિનેતા કૃષ્ણા અભિષેક સાથે તેની ખાનગી વાતચીતનો એક વીડિયો શેર કર્યો છે, જે હવે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, 'ખાનગી વાતચીત... થોડી મજા. તકનીકી કારણોસર શૂટ અટકી જતાં કૃષ્ણ અને મેં પોતાનું મનોરંજન કર્યું.

તમને આ વીડિયોમાં અર્ચના નહીં દેખાય, ફક્ત તેનો અવાજ સંભળાશે. જોકે, વીડિયોમાં ક્રિષ્ણા જોવા મળી રહ્યો છે. અર્ચના ક્રિષ્ણાને પૂછે છે, 'તમે ધનીરામ છો કે રામલાલ? નામ શું છે.' તો બીજો કોઈ જવાબ આપે છે - રામલાલ. આ પછી અર્ચના કહે, 'હાય રામલાલ, તમે કેમ છો?' તેના જવાબમાં ક્રિષ્ણા કહે છે, 'તમને મારી સામે જોતાં મને ખૂબ જ સારું લાગે છે.' જે બાદ, ક્રિષ્ણા કહે છે, "અમે ફક્ત ચોકલેટ ચોરીએ છીએ, તમે મોટો હાથ માર્યો છે." જે બાદ અર્ચનાએ ક્યૂટ અંદાજમાં કહ્યું, 'કોઈને કહેતો ના રામલાલ.'

આ પણ વાંચો - કપિલ શર્માની સાથે દર્શકોને ફરી હસાવશે સુનીલ ગ્રોવર, સલમાનનો પ્રયાસ રંગ લાવ્યો
તેના જવાબમાં ક્રિષ્ણા કહે છે, "કોઈને ખબર નહીં પડે, આખું દુનિયા જુએ છે." ફરી એકવાર અર્ચના હસીને બોલી, "કોઈને કહેતો નહીં, હું તારી માટે વધારે ચોકલેટ લાવીશ." જે બાદ ક્રિષ્ણા હસીને કહે છે, "સાથે મળીને આપણે વધુ ચોરી કરીશું." વીડિયોમાં કપિલ શર્મા પાછળ બાદશાહ સાથે જોવા મળી રહ્યો છે અને ટેબલ પર કેટલાક ફળો પણ છે. ત્યારે અર્ચના કહે છે, 'જે ફળો ત્યાં મુકેલા છે, તે ખૂબ જ મોંઘા-મોંઘા ફળ છે. હું તને એક આપીશ, બાકીના હું ઘરે લઈ જઈશ. તું મારી પાસેથી આ બધી યુક્તિઓ શીખ. ક્રિષ્ણા કહે છે, "હું આગળ વધવા માંગુ છું." ત્યારે અર્ચના કહે છે, 'ખુરશી પર બેસવું છે? આ ખુરશી ન જોઇશ, ટીચરની ખુરશી પણ ન જોતો.'
Published by: Ashish Goyal
First published: February 17, 2021, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading