કરણવીર બોહરાનાં ઘરે આવી ત્રીજી દીકરી, બોલ્યો- 'હું ચાર્લી અને મારી 3 એન્જલ'

News18 Gujarati
Updated: December 21, 2020, 2:35 PM IST
કરણવીર બોહરાનાં ઘરે આવી ત્રીજી દીકરી, બોલ્યો- 'હું ચાર્લી અને મારી 3 એન્જલ'
કરણવીર બોહરાનાં ઘરે આવી ત્રીજી દીકરી

એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) અને તેની પત્ની ટીજે સિદ્ધૂ (Teejay Sidhu)નાં ઘરે નાનકડું મેહમાન આવી ગયુ છે. ટીજે સિદ્ધૂની ડિલેવરી કેનેડામાં થઇ અને તેણે દીકરીને જન્મ આપ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) અને તેની પત્ની ટીજે સિદ્ધૂ (Teejay Sidhu)નાં ઘરે નાનકડુ મહેમાન આવી ગયુ છે. કરણવીરે ફરી વખત દીકરીને જન્મ આપ્યો છે. અને આ સાથે તે ત્રણ દીકરીઓનો પિતા બની ગયો છે. તેણે દીકરીનું સ્વાગત ખુબજ ખુશીથી કર્યુ છે. પોતાની ખુશી જાહેર કરતાં કરણવીરે એક વીડિયો પણ શરે કર્યો છે. કરણવીરની પત્ની તેની પ્રેગ્નેન્સી માટે કેનેડામાં તેનાં પરિવારની પાસે છે અને ત્યાં જ તેની ડિલેવરી થઇ છે.

કરનવીર અને ટીજે આ પહેલાં જોડકા દીકરીઓનાં માતા પિતા છે. તેમની આ ખુશી પર તેમણે સ્પોટબોય સાથે વાત કરતાં કહ્યું કે, 'હા મારા પરિવરામાં વધુ એક દીકરી આવી છે. અમે પહેલાં જ નક્કી કર્યું હતું કે, દીકરો હોય કે દીકરી અમે તેનું એકજેમ જ સ્વાગત કરીશું. જો તે દીકરો હોત તો મારા ઘરમાં લક્ષ્મી સરસ્વતી અને ગણેશ હોત. આ દીકરી છે તો હવે મારા ઘરમાં લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી થઇ ગઇ છે. હું મારી જાતને સૌથી વધુ ભાગ્યશાળી માનું છું.'

તો કરણવીરે તેનો એક વીડિયો શેર કરીને પોતાને ચાર્લી જણાવ્યો છે અને દીકરીઓને તેણે થ્રી એન્જલ્સ કહી છે.
આપને જણાવી દઇએ કે, ડિલેવરી પહેલાં ટીજેએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, જોકે, કેનેડામાં જન્મ પહેલાં બાળકનું લિંગ જાણવું કાયદાકીય રીતે યોગ્ય છે. પણ અમે આમ કર્યું ન હતું. તેમનું કહેવું છે કે, તે એક સરપ્રાઇઝ જ રાખવા માંગતા હતાં.
Published by: Margi Pandya
First published: December 21, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading