જાહ્નવી અને રાજકુમારની રૂહી અફજાના જ નહીં, આ ફિલ્મોના પણ બદલાઈ ચૂક્યા છે નામ

News18 Gujarati
Updated: February 16, 2021, 4:39 PM IST
જાહ્નવી અને રાજકુમારની રૂહી અફજાના જ નહીં, આ ફિલ્મોના પણ બદલાઈ ચૂક્યા છે નામ
રુહી પહેલાં આ હિન્દી ફિલ્મોનાં નામ પણ બદલાઇ ગયા છે

જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘રૂહી અફજાના’ નું નામ ત્રીજી વાર બદલાયુ છે. ‘અગાઉ રૂહી અફજા’ થી ‘રૂહી અફજાના' નામ કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મ મેકર્સે ફિલ્મનું નામ ‘રૂહી’ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે જાહ્નવી કપૂરે ફિલ્મનું નામ અને ટ્રેલર રિલીઝ ડેટ (16 ફેબ્રુઆરી) જાહેર કરી છે. ફિલ્મ રૂહી પહેલા બોલિવૂડની અનેક ફિલ્મોના નામ બદલવામાં આવ્યા હતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘રૂહી અફજાના’ નું નામ ત્રીજી વાર બદલાયુ છે. ‘અગાઉ રૂહી અફજા’ થી ‘રૂહી અફજાના' નામ કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મ મેકર્સે ફિલ્મનું નામ ‘રૂહી’ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે જાહ્નવી કપૂરે ફિલ્મનું નામ અને ટ્રેલર રિલીઝ ડેટ (16 ફેબ્રુઆરી) જાહેર કરી છે. ફિલ્મ રૂહી પહેલા બોલિવૂડની અનેક ફિલ્મોના નામ બદલવામાં આવ્યા હતા.

લક્ષ્મી બૉમ્બ થી લક્ષ્મી- અક્ષય કુમાર અને કિયારા અડવાનીની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ ને શ્રી રાજપૂત કરણી સેના એ કાયદાકીય નોટિસ મોકલી હતી. જે બાદ ફિલ્મનું નામ ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું હતું. નોટિસ અનુસાર ફિલ્મનું નામ માતા લક્ષ્મીનું અપમાન હતું, જે હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવતું હતું.

પદ્માવતીથી પદ્માવત- સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને દેશમાં અનેક દિવસો સુધી વિરોધ પ્રદર્શન થયું હતું. શ્રી રાજપૂત કરણી સેનાએ ફિલ્મ મેકર્સ પર ફિલ્મમાં રાણી પદ્માવતી ને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. વિરોધના કારણે ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ cbfc એ ફિલ્મને કેટલાક બદલાવ સાથે પસાર કરી હતી. તેમનું નામ પદ્માવતીથી પદ્માવત કરવામાં આવ્યું, જે 25 જાન્યુઆરી 2018એ રીલીઝ થઇ.

રામલીલાથી ગોલીઓ કી રાસલીલા રામલીલા- સંજય લીલા ભણસાલીની એક વધુ ફિલ્મ રામલીલાના નામ ને પણ બદલવામાં આવ્યું હતું. આ અંગે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ફિલ્મનું નામ હિંદુઓની ધાર્મિક લાગણીઓને દુભાવતી હતી. જે બાદ ફિલ્મનું નામ રામલીલા કરવામાં આવ્યું, પરંતુ બાદમાં તેને બદલીને ગોલીઓ કી રાસલીલા રામલીલા કરવામાં આવ્યું હતું.

બિલ્લૂ બાર્બરથી બિલ્લૂ- ઈરફાન ખાનની આ ફિલ્મના ટાઇટલ બિલ્લૂ બાર્બર પર મુંબઈના બાંદ્રાના સલૂન અને બ્યુટી પાર્લર એસોસિએશને તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી. જે બાદ ફિલ્મનું નામ બિલ્લૂ કરવામાં આવ્યું હતું.

મેન્ટલ હે ક્યા સે જજમેન્ટલ હૈ ક્યા- મેન્ટલ હે ક્યા ટાઇટલ અનેક લોકોને માનસિક રૂપથી બીમાર વ્યક્તિઓ માટે અપમાનજનક લાગ્યું. જે બાદ રાજકુમાર રાવ તથા કંગના રનૌત સ્ટારર આ ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું નામ બદલીને જજમેન્ટલ હૈ ક્યા કરવામાં આવ્યું.લવરાત્રી સે લવયાત્રી- લવરાત્રી ટાઇટલ પર વિશ્વ હિન્દુ પરિષદે આપત્તિ દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે આ ફિલ્મનું ટાઈટલ હિન્દુઓનો તહેવાર નવરાત્રીના અર્થને બગાડી રહ્યું છે. જે બાદ ફિલ્મનું નામ લવયાત્રી કરવામાં આવ્યું હતું.

યે કહા આ ગયે હમ સે વીર ઝારા- આ ફિલ્મનું નામ કોઈપણ પ્રકારના વિવાદના કારણે નહીં, પરંતુ ઓડિયન્સના મૂડના આધાર પર બદલવામાં આવ્યું હતું. તેમનું નામ યશ ચોપડાની સિલસિલાના ગીત પર યે કહા આ ગયે હમ પર રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેનું નામ બદલીને વીર ઝારા કરવામાં આવ્યું હતું.

ઈલાસ્ટિક સે લવ આજ કલ- ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મનું નામ પહેલા ઇલાસ્ટિક રાખવામાં આવ્યું હતું. જેને લઇને ઈમ્તિયાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંબંધો ઇલાસ્ટિક જેવા હોય છે. તેને તમે જેટલું ખેંચો છો સંબંધોમાં ટેન્શન તેટલું જ વધતું જાય છે.

વિન્ડો સીટ સે તમાશા- ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે તમાશાનું નામ પહેલા વિન્ડો સીટ હતું. જેમાં અનુષ્કા શર્મા લીડ રોલ કરવાની હતી, પરંતુ બાદમાં આ ફિલ્મ રણબીર કપૂર અને દીપિકા પદુકોણ સાથે બનાવવામાં આવી હતી.

મેન્ટલ સે જય હો- સલમાન ખાનની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ સ્ટાલિન ની રિમેક હતી. 2012માં સોહેલ ખાને ફિલ્મની ઘોષણા મેન્ટલના નામથી કરી, પરંતુ બાદમાં તેને જય હોના નામથી રિલીઝ કરવામાં આવી હતી.
Published by: Margi Pandya
First published: February 16, 2021, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading