Sushantનાં બર્થડે પહેલાં Rhea Chakrabortyએ ખરીદ્યા ફૂલ, પેપરાઝીને કહ્યું- 'હવે મારો પીછો ન કરો..'

News18 Gujarati
Updated: January 21, 2021, 10:51 AM IST
Sushantનાં બર્થડે પહેલાં Rhea Chakrabortyએ ખરીદ્યા ફૂલ, પેપરાઝીને કહ્યું- 'હવે મારો પીછો ન કરો..'
Sushantનાં બર્થડે પહેલાં Rhea Chakrabortyએ ખરીદ્યા ફૂલ

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બૉલિવૂડ (Bollywood) એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ગત વર્ષે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ ઘણાં ચર્ચામાં છે. સુશાંતનાં પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલાં કેસમાં તેમનું નામ અને પછી કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ જેલની હવા પણ ખાધી, રિયા તે સમયે આખો દિવસ ન્યૂઝમાં રહેતી હતી. સુશાંતનાં જન્મ દિવસનાં એખ દિવસ પહેલાં રિયાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં રિયા મુંબઇનાં રસ્તા પર ફૂલ ખરીદતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ વાતો કરી રહ્યાં છે રિયાએ આ ફૂલ સુશાંત માટે ખરીદ્યા છે.



પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાની (Viral Bhayani)એ સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શએર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં રિયા તેની ગાડીથી ઉતરી બાન્દ્રાનાં રસ્તાનાં કિનારે ફૂલ ખરીદતી નજર આવી રહી છે. તેની આસ પાસ પેપરાજી નજર આવી રહ્યાં છે. આ દરમિયાન રિયાએ પેપરાઝીનો ફોટો- વીડિયો ક્લિક કરવાની પણ ના પાડી છે. તે કહે છે કે, 'ફૂલ ખરીદી રહી છું. જાઓ ને અહીંથી.'





રિયાએ સફેદ રંગનાં કેટલાંક ગુલાબ લીધા હતાં અને તે તેની ગાડી તરફ જવા લાગી હતી. આ દરમિયાન પેપરાઝીની સામે તે હાથ જોડતી નજર આવી હતી. તેણે કડક અવાજમાં કહ્યું હતું કે, 'હવે મારો પીછો ન કરતા.' વીડિયોમાં રિયા બ્લેક ટ્રાઉઝર અને ડ્રે ટી શર્ટમાં નજર આવી રહી છે.
Published by: Margi Pandya
First published: January 21, 2021, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading