Bhabiji Ghar Par Hain: અંગૂરી ભાભીએ બનાવ્યો બાળકનો પ્લાન, આ સાંભળી વિભૂતિ થયો પરેશાન

News18 Gujarati
Updated: February 6, 2021, 10:06 AM IST
Bhabiji Ghar Par Hain: અંગૂરી ભાભીએ બનાવ્યો બાળકનો પ્લાન, આ સાંભળી વિભૂતિ થયો પરેશાન
અંગુરી ભાભીની વાતથી પરેશાન વિભૂતિ નારાયણ

Bhabiji Ghar Par Hain: અંગૂરી ભાભીની (Angoori Bhabhi) વાતો સાંભળી વિભૂતિ નારાયણ મિશ્રા (Vibhuti Narayan Mishra) ઘણી પરેશાન છે. અંગૂરી ભાભીની વાતો સાંભળી વિભૂતિ નારાયણ મિશ્રા ઘણો પરેશાન થઇ ગયો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી વધુ જોવામાં આવતા શોમાંથી એક 'ભાભીજી ઘર પર હૈ' (Bhabiji Ghar Par Hain)નાં દરેક કિરદાર દર્શકોનાં ચહેરા પર મુસ્કાન લાવી દે છે. ટીવી પર 'ગોરી મેમ'નાં પરત આવ્યા બાદ 'અંગૂરી ભાભી' (Angoori Bhabhi) એવું પ્લાનિંગ કરી બેઠીછે, જે સાંભ્યા બાદ વિભૂતિ નારાયણ મિસ્રા (Vibhuti Narayan Mishra)નાં હાથ પગ ફૂલી ગયા છે. ચેનલે હાલમાં જ શોનો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં અંગૂરી ભાભી જલ્દી જ બેબી પ્લાનિંગ કરવાની વાત કરી રહી છે.

ચેનલે તેનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં 'અંગૂરી ભાભી' (Angoori Bhabhi) કિચનમાં કામ કરી રહી છે અને સાથે જ જચ્ચા બચ્ચા ગાઇ રહી છે. તેનાં ખ્યાલોમાં ખોવાયેલી અંગૂરી ભાભી કહેતી નજર આવે છે કે, 'તૂ ઓફિસ ન જતા આજે થશે અમારો લલના.. જરાં દાઇ કો બુલા લાના.. ' આ સમયે જ વિભૂતિ નારાયણ મિશ્રા (Vibhuti Narayan Mishra) ત્યાં પહોંચે છે.

ત્યાં જ વિભૂતિ કહે છે, ભાભીજી આ શું આપ જચ્ચા બચ્ચા વાલા ગીતો ગાઇ રહી છો. કોઇ રોમેન્ટિક સોન્ગ ગાવો. જેનાં પર અંગૂરી ભાભી કહે છે કે ના, મને તો આ જ ગીત ગાવાનું મન થઇ રહ્યું છે. અમે આ વખતે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો- સંજય દત્તની દીકરી ત્રિશાલાનો મોટો ખુલાસો, 'મારો Ex મને કચરો સમજતો હતો'

વિભૂતિ આગળ કહે છે કે, 'ભાભીજી.. માહોલ તો જુઓ.. ક્યાં આપ બાળકનું પ્લાનિંગ કરો છો.. ' અંગૂરી ભાભી કહે છે કે, ના ના એમ ટાળવા ટાળવામાં ઘણો સમય નીકળી ગયો છે. અમે નિર્ણય કર્યો છે કે, અમારા ઘરમાં પણ હવે નન્હા મુન્ના ખેલેગા... હું લડ્ડૂ કે ભૈયાને બાબા પઉઆ નાથની પાસે મોકલવાની છું.

બાબા પઉઆ નાથનું નામ સાંભળતા જ વિભૂતિજી પુછે છે કે તે કોણ છે? જેનાં જવાબમાં અંગૂરી ભાભી તેને બાબા પઉઆ નાથનો સંપૂર્ણ એડ્રેસ જણાવે છે જે બાદ વિભૂતિજીનાં મનમાં આવે છે કે તે જ બાબા તેને આ મુશ્કેલમાંથી બહાર કાઢશે.
Published by: Margi Pandya
First published: February 6, 2021, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading