Bigg Boss 14: કુટુંબે સામનો કરેલા આર્થિક પડકારો અંગે જણાવતા રાખી સાવંત ભાવુક થઇ

News18 Gujarati
Updated: February 10, 2021, 3:45 PM IST
Bigg Boss 14: કુટુંબે સામનો કરેલા આર્થિક પડકારો અંગે જણાવતા રાખી સાવંત ભાવુક થઇ
રાખી સાવંતની તસવીરઃ PR FETCHED

દેવોલિના સાથે કરેલી વાતચીતમાં રાખીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, મને પૈસાની જરૂર છે યાર. હું મારા પતિ પાસેથી એકપણ રૂપિયો નથી માંગતી.

  • Share this:
મુંબઈઃ રાખી સાવંતે (Rakhi sawant) તેની કારકીર્દિનું નિર્માણનું કામ એકલા હાથે હાથ ધર્યું છે, જેની પાછળ તેનો પરિવાર મુખ્ય પ્રેરણા છે. Voot પરની નવી બિગ બોસ સ્પેશ્યલ (Big boss 14) મસાલા ક્લિપમાં રાખી તેના પરિવારમાં એકમાત્ર કામ કરનાર વ્યક્તિ હોવાના દબાવો અંગે જણાવે છે. તેણે જણાવ્યું કે, વર્ષોથી તેને સ્વતંત્ર રીતે તેના આખા પરિવારને કેવી રીતે ટેકો આપ્યો.

દેવોલિના સાથે કરેલી વાતચીતમાં રાખીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, મને પૈસાની જરૂર છે યાર. હું મારા પતિ પાસેથી એકપણ રૂપિયો નથી માંગતી. હજી સુધી મને એ પણ નથી ખબર કે તે મારો પતિ છે કે નહીં. તેણે મારા માટે ઘણું બધું કર્યું છે. મેં તેને મારો એકાઉન્ટ નંબર આપ્યો છે. મારી બેન નોકરી નથી જતી.

આવા કોરોનાના સમયે તેના 2 બાળકો છે, તેને ઘર પણ ચલાવવાનું છે. મારી માતાનો જે પણ ખર્ચો થાય, એ નાંખી દેવાનો. હમણાં તો હું કમાઈને આવી હતી. પરંતુ 2 સર્જરી અને હોસ્પિટલનું લાબું બિલ આવે છે.

આ પણ વાંચોઃ-

આ દરમિયાન રાખી ભાવુક થઇ ગઈ હતી. તેણે ઉમેર્યું, "આ કોઈ મજાક નથી. મને ખબર નથી, મારા બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે. કામ હંમેશા થોડું મળી રહે છે!



મને ડાન્સ અને એક્ટિંગ સિવાય કંઈ નથી આવડતું. બીજું શું કામ કરું? મારી આખી જિંદગી આમાં જતી રહી છે. હું મારા માટે ક્યાં જીવું છું?"
Published by: ankit patel
First published: February 10, 2021, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading