બિગ બોસ 14: રુબીના દિલૈકે રાખી સાવંત પર ફેંક્યું પાણી, જાણો કેમ
News18 Gujarati Updated: February 3, 2021, 6:47 PM IST
રાખી સાવંતની તસવીર
રાખી અભિનવને પૂછે છે કે શું તેની પત્ની અને સીઝન 14ની હાઉસમેટ રુબીના દીલૈકે તેને તેની સાથે વાત ન કરવા કહ્યું છે?
મુંબઈઃ બિગ બોસ 14એ (Bigg Boss 14) કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતને (Rakhi Sawant) ફટકાર લગાવી છે. મનોરંજનના (Entertainment) નામે રાખી સાવંતે તેના હાઉસમેટ અભિનવ શુક્લાની પજવણી બાદ હવે તેને 'વિકૃત' કહ્યો છે. શોના આગામી એપિસોડના પ્રોમોમાં રાખીએ ટીવી અભિનેતા માટે આ વિશેષણનો ઉપયોગ કરતી સંભળાય છે. જોકે, રાખીએ અગાઉ અભિનવ માટે તેનો પ્રેમ કબુલ્યો હતો.
આ બધું ત્યારે શરુ થયું, જ્યારે દેવોલીના ભટ્ટાચાર્જી સાથે વાત કરતી વખતે રાખીએ અભિનવની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. રાખી અભિનવને પૂછે છે કે શું તેની પત્ની અને સીઝન 14ની હાઉસમેટ રુબીના દીલૈકે તેને તેની સાથે વાત ન કરવા કહ્યું છે?

નેહા ધૂપિયાની તસવીર
જ્યારે અભિનવ તેની અવગણના કરે છે, ત્યારે રાખી તેને "ઠરકી" કહે છે. ગુસ્સે ભરાયેલો અભિનવ રાખીને બૂમ પાડે છે અને કહે છે: "યે હી તેરી ગંદગી હૈ રાખી (આ તારી ગંદી બાજુ છે)."
રુબીનાએ આ સાંભળ્યું અને ગુસ્સામાં રાખી પર પાણીથી ભરેલી ડોલ ફેંકી દીધી. ઉપરાંત રુબીનાએ રાખીને 'બદતમીઝ ઔરત' પણ કહ્યું હતું.
આ પહેલીવાર નથી, જ્યારે રાખીએ અભિનવ સાથેની લિમિટ ક્રોસ કરી હોય. તેણે અગાઉ તેના પેન્ટના તાર ખેંચ્યા હતા. એટલું જ નહીં, તેણે પોતાના આખા શરીર પર લાલ અક્ષરોથી "આઈ લવ અભિનવ" પણ લખ્યું હતું.
જો કે, શોના હોસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું માનવું છે કે, અભિનવને રાખીની વિચિત્ર હરકતોથી "ફાયદો" થઇ રહ્યો છે.
Published by:
ankit patel
First published:
February 3, 2021, 6:47 PM IST