Bigg Boss 14 ની ટેલેન્ટ મેનેજરનું 24 વર્ષે નિધન, વેનિટી વેન સાથે થયો અકસ્માત
News18 Gujarati Updated: January 17, 2021, 11:54 AM IST
સલમાન ખાનની સાથે પિસ્તા ધાકડ
બિગ બોસ 14 ની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડના અચાનક નિધનથી ટીવી સ્ટાર્સ ખૂબ જ ભાવૂક થઇ ગયા છે. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા દુ: ખ વ્યક્ત કર્યું છે. , આ દુ: ખદ ઘટના વિકેન્ડ કા વૉરનાં શૂટિંગ બાદ બની છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી ચર્ચિત અને લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસનાં સેટ પરથી એક દુખદ સમાચાર આવ્યાં છે. શોની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું (Pista Dhakkar) રોડ અકસ્માતમાં નિધન થઇ ગયુ છે. પિસ્તા કલર્સ પ્રોગ્રામિંગ ટીમની સભ્ય હતી અને બિગ બોસમાં (Bigg Boss 14) મુખ્ય આસિસ્ટન્ટ કોઓર્ડિનેટરનું તે કામ કરતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોડ અકસ્માત ફિલ્મ સિટીમાં બન્યો હતો અને તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. અચાનક જ બિગ બોસ 14 તરફથી આ દુખદ ઘટના સામે આવી છે, જેને બધાને દુખી કરી દીધા છે. પિસ્તા ધાકડ માત્ર 24 વર્ષની હતી.
બિગ બોસ 14 ની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડના અચાનક નિધનથી ટીવી સ્ટાર્સ ખૂબ જ ભાવૂક થઇ ગયા છે. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા દુ: ખ વ્યક્ત કર્યું છે. , આ દુ: ખદ ઘટના વિકેન્ડ કા વૉરનાં શૂટિંગ બાદ બની છે. શૂટ બાદ પિસ્તા ધાકડ પોતાની ટુ-વ્હીલરથી ઘરે પરત આવી રહી હતી. રાતના અંધારામાં, તેની સ્કૂટી સ્લીપ થઇ અને ખાડામાં પડી ગઈ હતી. તેની પાછળથી આવતી વેનિટી વાન નીચે તે આવી ગઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને વધારે લોહી વહી જવાના કારણે તેનું નિધન થઇ ગયુ હતું.
પિસ્તા ધાકડ પ્રોડક્શન કંપની એન્ડેમોલ શાઇન ઈન્ડિયામાં કામ કરતી હતી., તે ‘બિગ બોસ 14’માં જ નહીં પરંતુ અન્ય ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે. તે ફિયર ફેક્ટર ખતરો કે ખિલડી અને ધ વોઇસ માટે પણ કામ કરી ચુકી છે. તેના અંતિમ સંસ્કાર કાંદીવલીમાં કરવામાં આવશે.
બિગ બોસના જુદા જુદા સીઝનના સ્પર્ધકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પિસ્તા ધાકડની નાની ઉંમરે મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. શોક વ્યક્ત કરનારા કલાકારોમાં પ્રીન્સ નરુલા, યુવિકા ચૌધરી વિકાસ શર્મા, હિમાંશી ખુરાના, દેવોલીના ભટ્ટાચાર્યજી અને કામ્યા પંજાબી જેવા કલાકારોના નામ છે.
Published by:
Margi Pandya
First published:
January 17, 2021, 11:54 AM IST