Bigg Bossએ રાખી સાવંતને જણાવી અસલી એન્ટરટેઇનમેન્ટ, આપની જર્ની જોઇ ભાવૂક થઇ ગયા સ્પર્ધક
News18 Gujarati Updated: February 20, 2021, 5:42 PM IST
બિગ બોસ 14માં રાખી અને રુબીનાની જર્ની
Bigg Boss 14માં તેની જર્ની જોયા બાદ રાખી સાવંત (Rakhi Sawant), રુબીના દિલૈક (Rubina Dilaik), નિક્કી તંબોલી (Nikki Tamboli) રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને અલી ગોની (Aly Goni) ઇમોશનલ થઇ ગયા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14)નાં ફિનાલેમાં કેટલાંક જ કલાકો બાકી છે રવિવારે બિગ બોસ 14નો ફિનાલે યોજાવા જઇ રહ્યો છે. શોમાં હાલમાં પાંચ ફાઇનલિસ્ટ છે. જે એકબીજાને કડક ટક્કર આપી રહ્યાં છે. શોમાં આજે દર્શક ફાઇનલ સ્પર્ધકની જર્ની જોવા મળશે. આ સીઝનમાં પોતાની જર્ની જોયા બાદ રાખી સાવંત (Rakhi Sawant), રુબીના દિલૈક (Rubina Dilaik), નિક્કી તંબોલી (Nikki Tamboli) રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને અલી ગોની (Aly Goni) ઇમોશનલ થઇ ગયા છે.
બિગ બોસ 14નાં આવનારા આજનાં એપિસોડમાં પ્રોમો સામે આવ્યો છે. રાખી સાવંત (Rakhi Sawant), રુબીના દિલૈક (Rubina Dilaik), નિક્કી તંબોલી (Nikki Tamboli) રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને અલી ગોની (Aly Goni) તમામ તેમની જર્ની જોયા બાદ ઇમોશનલ થતા નજર આવ્યાં. બિગ બોસે માન્યું કે આ સિઝનમાં તેમને ઓળખ રાખી સાવંતનાં કારણે મળી છે. તેમણે રાખીને શોની અસલી એન્ટરટેઇનર ગણાવી . પ્રોમોમાં બિગ બોસ કહે છે કે, રાખી ઓરિજનલ એન્ટરટેઇનમેન્ટ છે. બાકી બધા તો કોપી કરે છે. જે બાદ રાખી રડતા રડતા કહે છે. કોટી કોટી પ્રણામ બિગ બોસ.
પ્રોમોમાં રાહુલ વૈદ્યની જર્ની દેખાય છે. અને તેને કહેવામાં આવે છે. અકેલાપણનાં ડરથી જંગ જીતી રાહુલ વૈદ્ય એક ચટ્ટાન જેવો મજબૂત ઉભો છે. રાહુલ કહે છે કે, અફસોસ એ વાતનો છે કે, હું અહીં પહેલાં કેમ ન આવ્યો. આ ફક્ત શો નથી આ કંઇક અલગ જ છે. રુબીનાની જર્ની દેખાડવામાં આવે છે જેમાં બિગ બોસ કહે છે, એક સંબંધને રાખવા માટે તમે અહીં આવ્યાં હતાં. આપનો આ સફર પોતાને જાણવા અને સમજવાનો રહ્યો. રુબીના કહે છે. આ બહું જ હસીન અને યાદગાર સફર છે. થેન્ક યૂ બિગ બોસ.
નિક્કીની જર્ની બતાવી. આ જર્ની જોતા જોતા રડી પડી નિક્કી અને કહેવા લાગી. 'મારું સપનું હતું બિગ બોસમાં આવવાનું' અલી ગોનીની જર્નીને બતાવતા બિગ બોસ કહે છે કે, પોતાનાં માટે રમનારા બિગ બોસ 14ની સિઝનમાં ઘણમાં હતાં પણ મિત્રો માટે રમનારા ઘણાં ઓછા. તમે તમારી ગેમથી દર્શકોનું દિલ જીતી લીધુ.
Published by:
Margi Pandya
First published:
February 20, 2021, 5:34 PM IST