Bihar Election 2020: સોનુ સૂદની જનતાને અપીલ, 'મતદાન આંગળીથી નહીં મગજથી કરજો'
News18 Gujarati Updated: October 28, 2020, 2:00 PM IST
સોનુ સૂદ
સોનુનું આ ટ્વિટ ઘણું જ વાયરલ થઇ રહ્યું છે.
મુંબઈ : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election) પહેલા ચરણનું મતદાન મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની જોઇતી તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે રાજકીય નેતાઓ બાદ બોલિવૂડનાં કલાકારોએ પણ લોકોને વોટ આપવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. એક આવી જ અપીલ બોલિવૂડ એક્ટર સોનુ સુદે (Sonu Sood) પણ કરી છે.
સોનુ સુદે બિહારનાં લોકોને ટ્વિટ કરીને મતદાન કરવા માટે કહ્યું છે. સોનુનું આ ટ્વિટ ઘણું જ વાયરલ થઇ રહ્યું છે. બોલિવૂડ એક્ટર સોનુ સુદે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'જે દિવસે આપણા બિહારી ભાઇઓને ઘર છોડીને અન્ય રાજ્યમાં નહીં જવુ પડે, જે દિવસે અન્ય રાજ્યનાં લોકો કામ શોધવા બિહારમાં આવશે. તે દિવસે દેશની જીત થશે. વોટ માટે બટન આંગણીથી નહીં દિમાગથી દબાવજો.'
સોનુ સૂદ ઉપરાંત એક્ટ્રેસ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોડકરે પણ એક ટ્વિટ કરીને જનતાને મતદાન કરવાની અપીલ કરી છે.
મહત્વનું છે કે, બિહારમાં કુલ 7.29 કરોડ મતદાર છે. પહેલા ચરણમાં જે 71 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, ત્યાં 2.14 કરોડથી વધુ મતદાર છે. એટલે કે ન્યૂઝલેન્ડથી 6 ગણા વધારે. ન્યૂઝીલેન્ડમાં 34.87 લાખ મતદાર છે. અહીં મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી.
અમદાવાદ : પુત્રવધૂએ સળિયો મારી સાસુની હત્યા કરી અને મૃતદેહને ઘરમાં જ સળગાવી દીધો
Bihar Election 2020: જાહેરસભામાં PM મોદીએ કહ્યું- રામ મંદિરની તારીખ પૂછનારા આજે વખાણ કરવા મજબૂર
એપ્રિલમાં દક્ષિણ કોરિયામાં પણ એક ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ કુલ 4.39 કરોડ મતદાર હતા. પહેલા ચરણમાં આરજેડીના 42 ઉમેદવાર તો જેડીયૂના 35 ઉમેદવારો ઉપરાંત બીજેપીના 29, કૉંગ્રેસના 21, ભાકપા (માલે)ના 8. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના 6 અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
આ ઉપરાંત એલજેપીના 42 ઉમેદવારોનો નિર્ણય પણ આ ચરણના મતદાનમાં નક્કી થવાનો છે.
Published by:
Kaushal Pancholi
First published:
October 28, 2020, 1:45 PM IST