News18 Gujarati Updated: October 31, 2020, 12:58 PM IST

કંગના રનૌટ
કંગના રનૌતે આજે સરદાર વલ્લભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel)ની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી તેવી વાત કહી જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.
- News18 Gujarati
- Last Updated: October 31, 2020, 12:58 PM IST
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut) આજકાલ વિવાદનો નવો પર્યાય બની રહી છે. ફરી એક વાર કંગનાએ પોતાના નિવેદનથી લોકોને હેરાન કરી દીધા છે. આજે સરદાર પટેલજીના (Sardar Vallabhbhai Patel)ની જન્મ જયંતી પર તેણે એવી વાત કરીને બધાને ચોંકાવી દીધા છે જેને સાંભળીને તમને પણ નવાઇ લાગશે.સરદાર પટેલની જયંતી પર એક્ટ્રેસ એક તરફ જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યાં જ કંગનાએ એક વધુ ટ્વિટ કરીને મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને આલોચના પણ કરી હતી.
કંગનાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતના લોહ પુરુષ સરદાર પટેલની જયંતી પર હું તેમને યાદ કરું છું, તે એક એવા વ્યક્તિ હતા જેમણે આપણને આજનું ભારત આપ્યું. પણ તેમણે વડાપ્રધાનનું પદનો ત્યાગ કરીને આપણને મહાન નેતૃત્વ અને દૂરદર્શિતાથી આપણને દૂર કર્યા છે. આપણને આ નિર્ણયનું ભારે દુ:ખ છે.
કંગના ટ્વિટ કરીને આગળ લખ્યું કે તેમણે ગાંધીને ખુશ કરવા માટે ભારતના પહેલા વડાપ્રધાનના રૂપમાં પોતાના સૌથી યોગ્ય અને નિર્વાચિત પદનું બલિદાન આપ્યું કારણ કે ગાંધીને લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. પણ આનું સરદાર પટેલને નહીં પણ પૂરા દેશને દસકો સુધી નુક્શાન ભોગવવું પડ્યું. આપણે બેશર્મીથી તે વસ્તુ છીણવી લેવી જોઇએ જેની પર આપણો હક હોય.
કંગનાએ આ પ્રસંગે એક વધુ ટ્વિટ કરીને કહ્યું કે તે ભારતના સાચા લોહ પુરુષ હતા. મારું માનવું છે કે ગાંધીજી નહેરુના જેવું એક નબળું મગજ ઇચ્છતા હતા. જેથી તે તેને નિયંત્રણમાં રાખી શકે અને નેહરુને આગળ કરીને તે તમામ નિર્ણય લઇ શકે. આ યોજના સારી હતી પણ ગાંધીના મોત પછી આ બહુ મોટી આપદા હતી. #SardarVallabhbhaiPatel'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના કેવડિયા ખાતે આ પ્રસંગની ખાસ ઉજવણી રૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાજરી આપી હતી. ત્યારે કંગનાના આ વિવાદિત નિવેદન ફરી ચર્ચાનું વંટોળ ઊભું કર્યું છે.

He is the real Iron Man of India, I do believe Gandhi ji wanted a weaker mind like Nehru that he could control and run the nation by keeping him in the forefront, that was a good plan but what happened after Gandhi got killed was a big disaster #SardarVallabhbhaiPatel
— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020
કંગનાએ આ પ્રસંગે એક વધુ ટ્વિટ કરીને કહ્યું કે તે ભારતના સાચા લોહ પુરુષ હતા. મારું માનવું છે કે ગાંધીજી નહેરુના જેવું એક નબળું મગજ ઇચ્છતા હતા. જેથી તે તેને નિયંત્રણમાં રાખી શકે અને નેહરુને આગળ કરીને તે તમામ નિર્ણય લઇ શકે. આ યોજના સારી હતી પણ ગાંધીના મોત પછી આ બહુ મોટી આપદા હતી. #SardarVallabhbhaiPatel'
નોંધનીય છે કે ભારતના લૌહ પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલની આજે 145મી જન્મ જયંતી છે. જેને પૂરો દેશ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યો છે.He sacrificed his most deserving and elected position as the First Prime Minister of India just to please Gandhi because he felt Nehru spoke better English, #SardarVallabhbhaiPatel did not suffer but Nation suffered for decades,we must shamelessly snatch what is rightfully ours. pic.twitter.com/TGxcOlDB3K