Nehu Da Vyah: લગ્નના સમણાં સજાવતી નેહા કક્કડનો નવો વીડિયો, રીલીઝ સાથે જ રહ્યો હીટ

News18 Gujarati
Updated: October 21, 2020, 12:49 PM IST
Nehu Da Vyah: લગ્નના સમણાં સજાવતી નેહા કક્કડનો નવો વીડિયો, રીલીઝ સાથે જ રહ્યો હીટ
નેહૂ દા વ્યાહ ગીત

નેહા કક્કડ ટૂંક સમયમાં રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. નેહૂ દા વ્યાહ' (Nehu Da Vyah) નામનું ગીત બહાર પાડ્યું છે. જેનો વીડિયો રીલીઝ સાથે જ હિટ રહ્યો છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડ (Bollywood) સિંગર નેહા કક્કડ (Neha Kakkar) હાલ પોતાની લવ લાઇફના કારણે ચર્ચામાં છે. નેહા કક્કડ ટૂંક સમયમાં રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. તે પહેલા તેણે 'નેહૂ દા વ્યાહ' (Nehu Da Vyah) નામનું ગીત બહાર પાડ્યું છે. જેનો વીડિયો રીલીઝ સાથે જ હિટ રહ્યો છે. નેહાનો આ મચઅવેટેડ સોંગ (Neha kakkar marriage) આજે રીલીઝ થઇ ગયો છે. અને તેણે આવવાની સાથે જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

વધુ વાંચો : હાથરસ કાંડથી આઘાત પામી વાલ્મીકી સમાજના 50 પરિવારોએ કર્યું ધર્મ પરિવર્તન

આ ગીતમાં નેહાની રોહનપ્રીત સાથે લગ્ન પહેલા ઝર્ની બતાવી છે. ગીત રીલીઝ થયા પછી તેને લોકોનો ખૂબ બધો પ્રેમ મળી રહ્યો છે. આ ગીતમાં નેહા કક્કડ અને રોહનપ્રિતનો રોમાન્સ અને કેમેસ્ટ્રી જોતા જ બને છે. અને તેને જબરદસ્ત પ્રમોશન પણ મળી રહ્યું છે.



આ ગીતમાં કેવી રીતે તેમની લવ લાઇફ શરૂ થઇ તે બતાવવામાં આવ્યું છે. વળી નેહૂ દા વ્યાહના શબ્દો પણ તે રીતે લખ્યા છે જેમાં નેહા રોહનથી પોતાના પ્રેમને અભિવ્યક્ત કરે છે. અને સાથે જ લગ્નની વાત કરે છે. આ ગીતમાં બને ક્યૂટ લવિંગ કપલ લાગી રહ્યા છે. અને તેમની સારી બોન્ડિંગ નજરે પડી રહી છે. આ ગીતને દેશી મ્યૂઝિક ફેક્ટ્કીએ યૂટ્યૂબ ચેનલ પર રીલિઝ કર્યું છે.

નેહા કક્કડ આ સાથે જ રોહનપ્રીત સિંહ સાથે થયેલી રોકા સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. રોકાની વિધિ વખતે બંનેના ચહેરા પર ખુશી જોતા જ બનતી હતી. અને તે મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા. અને તેમના ચહેરો એક બીજાનો પ્રેમ સફળ થવા અને લગ્ન થવાની ખુશી સ્પષ્ટ રજૂ કરતો હતો. જો કે વીડિયોમાં નેહાના કોઇ મિત્ર કે પરિવારના સદસ્ય ના નજરે પડ્યા.

સુત્રોના હવાલેથી ખબર આવી છે કે નેહા અને રોહનપ્રીતની ગ્રાન્ડ વેડિંગ 24 તારીખે દિલ્હીમાં થશે. અને અનંત કારજની વિધિ કરવામાં આવશે.
Published by: Chaitali Shukla
First published: October 21, 2020, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading