ગંગુબાઈ કાઠીયાવાડીનું નવું પોસ્ટર આવ્યું સામે, રિલીઝ ડેટથી ઉઠ્યો પડદો

News18 Gujarati
Updated: February 24, 2021, 4:12 PM IST
ગંગુબાઈ કાઠીયાવાડીનું નવું પોસ્ટર આવ્યું સામે, રિલીઝ ડેટથી ઉઠ્યો પડદો
ફિલ્મ ગંગુબાઈ

આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. સંજય લીલા ભણસાલી અને આલિયા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

  • Share this:
દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલી આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેણે પોતાના ચાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. તેમની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું નવું પોસ્ટર અને ફિલ્મની રિલીઝ તારીખથી પડદો હટાવી લીધો છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. સંજય લીલા ભણસાલી અને આલિયા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. ટીઝર પહેલાં નિર્માતાઓએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું નવું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ સાથે ફિલ્મની રિલીઝ તારીખ પણ સામે આવી ગઈ છે. આલિયા ભટ્ટે તેના ટ્વિટર પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.

ફિલ્મ ગંગુબાઈ - પોસ્ટર


નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈની માફિયા ક્વીન, ગંગુબાઈ કાઠિયાવાડી પર આધારિત છે. જે સેક્સ વર્કર હતી અને બાદમાં અન્ડરવર્લ્ડ ડોન બની હતી. તે ફિલ્મના લેખક હુસેન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં આલિયાનો લુક ખૂબ જ જોરદાર હતો.

આ પણ વાંચોKapil Sharma on Wheelchair: કપિલ શર્માને કેમ વ્હીલચેર પર બેસવાની જરૂર પડી? તેણે ખુદ જણાવ્યું કારણ

ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈની જાણીતી કોઠાવાળી હતી, જેને તેના પતિએ માત્ર 500 રૂપિયા માટે વેચી દીધી હતી. આ ફિલ્મમાં ગંગુબાઈના જીવનનો સંઘર્ષ બતાવામાં આવ્યો છે કે કેવી રીતે તેણીએ નાની ઉંમરે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેને કેવી રીતે પતિ દ્વારા કોઠે બેસાડવામાં આવી હતી. સંજય લીલા ભણસાલી લાંબા સમયથી આ પાત્ર પર ફિલ્મ બનાવવા માંગતા હતા.આ પણ વાંચોશુટિંગમાં જ્યારે ડાયરેક્ટરે 'કટ-કટ' કહી દીધુ તો પણ હિરોઈનને વળગ્યા બાદ છોડી જ નહીં

આ ફિલ્મમાં આલિયા સાથે અજય દેવગન જોવા મળશે, જે ગંગુબાઈને આ બિઝનેસની બધી યુક્તિઓ શીખવતા નજરે પડશે. ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથેની 'ગંગુબાઈ કાઠિયાવાડી' આલિયાની પહેલી ફિલ્મ હશે.
Published by: kiran mehta
First published: February 24, 2021, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading