સંજય દત્તે કેન્સર સામે જંગ જીતી લીધો, જોડિયા બાળકના જન્મ દિવસ પર કરી જાહેરાત

News18 Gujarati
Updated: October 21, 2020, 4:43 PM IST
સંજય દત્તે કેન્સર સામે જંગ જીતી લીધો, જોડિયા બાળકના જન્મ દિવસ પર કરી જાહેરાત
સંજય દત્ત પરિવાર સાથે

"પાછલો થોડો સમય મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો. પણ એક કહેવત છે કે મોટી લડાઇઓ માટે ઇશ્વર બહાદૂર સૈનિકોને પસંદ કરે છે."

  • Share this:
બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) લાંબા સમયથી ફેફસાના કેન્સરથી પીડાઇ રહ્યા હતા. પણ સંજય દત્તે કેન્સરની આ જંગ જીતી લીધી છે. અને કેન્સરથી ઠીક થયાની આ ખુશીની ખબર તેમણે પોતે તેમના ટ્વિન્સ બાળકોના જન્મદિવસના અવસર પર આપી છે. સંજય દત્તે સોશ્યિલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ અને શુભચિંતકોને આ ખુશખબરી આપી છે. અને સાથે જ તેમના માટે સતત પ્રાર્થના કરવા માટે તેમના શુભેચ્છકોનો તેમણે આભાર પણ માન્યો છે.

સંજય દત્ત આ મામલે પોતાનું નિવેદન બહાર પાડતા કહ્યું છે કે "પાછલો થોડો સમય મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો. પણ એક કહેવત   સછે કે મોટી લડાઇઓ માટે ઇશ્વર બહાદૂર સૈનિકોને પસંદ કરે છે. અને આજે હું મારા બાળકોના જન્મદિવસ પર ખુશીથી આ વાત કહેવા માંગું છું કે કેન્સર સામેની જંગ મેં જીતી લીધી છે. અને હું મારા પરિવારને સૌથી જરૂરી અને કિંમતી ભેટની રીતે સારી સારું સ્વાસ્થ્ય આપી રહ્યો છું."
View this post on Instagram

My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻


A post shared by Sanjay Dutt (@duttsanjay) on


તેમણે આગળ લખ્યું કે આ બધુ તમારા સાથ વિના થવું અશક્ય છે. હું અને મારો પરિવાર, મારા મિત્રો અને તમામ ફેન્સનો આભારી છું જે આ સમયે મારી સાથે ઊભો રહ્યો. તમારી પ્રાર્થના અને દુઆઓ માટે આભાર. હું કોકિલાબેન હોસ્પિટલના ડૉક્ટર સેવંતી અને તેમની પૂરી ટીમ તથા હોસ્પિટલના તમામ કર્મચારીઓનો પણ હદયપૂર્વક આભારી છું. જેમણે મારું આટલું સારું ધ્યાન રાખ્યું. આભાર."

વધુ વાંચો : સલમાન ખાનનો પરિવાર પણ થયો ક્રિકેટ ટીમનો માલિક, IPL જેવી આ લીગમાં આપશે બીજી ટીમોને ટક્કર

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ શરૂ થયો ત્યારે જ અચાનક સંજય દત્તની તબિયત લથડી હોવાની ખબર આવી હતી. અને શ્વાસ લેવાની તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી ખબર પડી કે તેમને કેન્સર છે. અને પછી તે લંડનમાં પણ આની સારવાર માટે ગયા હતા. 6 મહિના જેવા આ ગાળામાં તેમણે કેન્સર સામે લડત આપી અને જીત્યા પણ ખરા.

પીટીઆઇ ભાષા સાથે વાત કરતા સંજય દત્તે જણાવ્યું કે તેમણે સારવાર દરમિયાન ઝડપથી રકવરી મેળવી અને તેમના પર સારવારની અસર પણ ઝડપથી થઇ. માટે તે કેન્સર સામે જંગ જીતી શક્યા. હાલ સંજય દત્તનો પરિવાર કેન્સર સામે તેમની આ જીતથી ખુશ છે.
Published by: Chaitali Shukla
First published: October 21, 2020, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading