વરૂણ ધવનની શર્ટલેસ ‘હલ્દી સેરેમની’, હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે PHOTO

News18 Gujarati
Updated: January 25, 2021, 3:19 PM IST
વરૂણ ધવનની શર્ટલેસ ‘હલ્દી સેરેમની’, હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે PHOTO
વરૂણ ધવનની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર સાભાર- Instagram @varundvn)

વરૂણ ધવને હલ્દી સેરેમની બાદનો પોતાનો શર્ટલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં વાયરલ થઈ ગયો હતો

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal)ની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. બંનેએ મુંબઈમાં અલીબાગના ધ મેન્શન હાઉસ રિઝોર્ટમાં લગ્ન કર્યા. રવિવાર એટલે કે 24 જાન્યુઆરીએ વરૂણ અને નતાશાએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા. બીજી તરફ, આ બંનેના લગ્ન બાદથી જ સોશિયલ મીડિયા પર વરૂણ અને નતાશાની તસવીરો અને વીડિયોઝ ખૂબ વાયરલ (Varun Natasha Viral Photos) થઈ રહ્યા છે.

આ દરમિયાન, વરૂણ ધવને એક તસવીર પોતાના ઇન્ટા ગગ્રામ (Instagram) પર શૅર કરી છે, જે હલ્દી સેરેમનીની છે. વરૂણે શૅર કરતાં જ તેની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થવા લાગી છે. આ તસવીરમાં વરૂણ શર્ટલેસ (Varun Dhawan Shirtless) જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. બંનેના લગ્નને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી. વરૂણ ધવને નતાશાનો હાથ હંમેશા માટે પકડીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.
View this post on Instagram


A post shared by VarunDhawan (@varundvn)
આ પણ જુઓ, Video-જ્યારે ફોટો પાડી રહેલા લોકો તરફ ઝપટી પડ્યો વાઘ, માંડ-માંડ બચ્યો જીવ

વરૂણ ધવને લગ્નની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો છે. જે બાદ વરૂણના ફેન્સ અને સેલેબ્સની શુભેચ્છાઓનો વરસાદ થઇ ગયો હતો.

આ પણ વાંચો, Home Loan: સપનાનું ઘર ખરીદવું શક્ય થશે, આ બેન્કોમાં મળી રહી છે સસ્તી હોમ લોન

બીજી તરફ, વરૂણ ધવનને તમામ સેલેબ્સ લગ્નની શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ માતા બનેલી એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)એ કપલને વિશ કરતાં લખ્યું કે, વરૂણ ધવન અને નતાશાને અભિનંદન. આપ બંનેને સુખમય જીવન, ઉત્કર્ષ અને હંમેશા સાથે જીવનના સફરની કામના કરું છું. નોંધનીય છે કે, લગ્ન બાદ વરૂણ ધવન અને નતાશા દલાલ મીડિયાની સામે પણ આવ્યા હતા અને તસવીરો પણ ખેંચાવી હતી. આ પહેલા બંનેના લગ્નને લઈ ઘણી પ્રાઇવસી રાખવામાં આવી હતી અને મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
Published by: Mrunal Bhojak
First published: January 25, 2021, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading