Good News: કપિલ શર્મા બન્યો બીજા બાળકનો પિતા, પત્ની ગિન્નીએ આપ્યો પુત્રને જન્મ
News18 Gujarati Updated: February 1, 2021, 8:15 AM IST
કપિલ અને તેની પહેલી દીકરીનો ફાઇલ ફોટો
ટ્વિટમાં કોમેડિયન કપિલ શર્માએ એવી પણ માહિતી આપી છે કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) ફરી એકવાર પિતા બન્યો છે. આજે એટલે કે 1 લી ફેબ્રુઆરીએ (1st February, 2021) તેમના પુત્રનો (Baby boy) જન્મ થયો છે. કપિલ શર્માની પત્ની ગિન્નીએ (Ginni) પુત્રને જન્મ આપ્યો છે અને કપિલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ટ્વિટમાં કોમેડિયન કપિલ શર્માએ એવી પણ માહિતી આપી છે કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલ જ કોમિડી કિંગે 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) બીજા પુત્રને આવકારવા ઓફએર કર્યો હતો.
કપિલ શર્માનું ટ્વિટ
કપિલ શર્મા સવારે આજે સોમવારે સવારે 5.30 કલાકે ટ્વિટ કરીને લખ્યું કે, નમસ્તે, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદના રૂપે એક પુત્ર મળ્યો છે. ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે બધાનો આભાર. ગિન્ની અને કપિલ. આ સાથે જ કપિલે #gratitude પણ લખ્યું છે.
પહેલી દીકરી એક વર્ષની છે
આ સાથે, આપને જણાવી દઈએ કે કપિલ શર્માની પુત્રી અનારયા 10 ડિસેમ્બરે એક વર્ષની થઇ છે. જેથી તેનો નાનો ભાઈ તેના કરતા માત્ર એક વર્ષ નાનો છે. કપિલ અને ગીન્નીએ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા, ગિન્ની ગર્ભવતી હોવાના સમાચાર જુલાઈમાં બહાર આવ્યા હતા. કપિલ દ્વારા પાછળથી તેની પુષ્ટિ કરવામાં આવી હતી.
ધ કપિલ શર્મા શો બીજા પુત્રને આવકારવા કર્યો હતો ઓફએર
થોડા દિવસ પહેલા કોમેડી કીંગ કપિલ શર્માના ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ શો જલદીથી ઓફ એર થઈ રહ્યો છે. આ વાત સામે આવતા જ લોકો આ વાતને લઈને શો બંધ થવાના કારણને લઈને અલગ અલગ અંદાજો લગાવી રહ્યા હતા.
પ્રકાશ જાવડેકર બોલ્યા, OTT પ્લેટફર્મનાં નિયમન માટે જલ્દી જ જારી કરવામાં આવશે ગાઇડલાઇન્સ
તુલા રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે, જાણો કેવું રહેશે આપનું રાશિફળ
ત્યારે હવે ખુદ કપિલ શર્મા (Kapil Sharma) એ જ આ શો બંધ થવાનું કારણ જણાવી દીધુ હતુ. કપિલ શર્મા (Kapil Sharma)એ જણાવ્યું હતું કે, પોતાની પત્નીની બીજી પ્રેગ્નેંસીના કારણે તે આ મોટો નિર્ણય લઈ રહ્યો છે.
Published by:
Kaushal Pancholi
First published:
February 1, 2021, 8:05 AM IST