B'day Spl: 21 વર્ષે થવાનાં હતાં ફૈસલ ખાનનાં લગ્ન, PM મોદીનું પાત્ર ભજવી ચુક્યો છે
News18 Gujarati Updated: January 30, 2021, 12:51 PM IST
ફૈઝલ ખાનનો આજે 23મો જન્મ દિવસ
Happy Birthday Faisal Khan : ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી 'ડાન્સ રિયાલિટી શો' (Dance India Dance) લિટલ ચેમ્પ સીઝન 2થી કદમ મુકનાર ફૈઝલ કાન (Faisal Khan)નો જન્મ મુંબઇ (Mumbai)માં થયો હતો. એક ઓટો ડ્રાઇવરનાં ઘરે જન્મેલો ફૈઝલ આજે તેની મેહનતનાં દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ કમાયું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિયાલિટી શોથી તેનાં ડાન્સિંગ કરિયરથી ઓળખ બનાવનાર ફૈસલ ખાન (Faisal Khan) આજે તેનો 23મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. (Faisal Khan Birthday) મલ્ટી ટેલેન્ટેડ ફૈઝલ ખાન ગત વરષે વેબ સીરીઝ 'મોદી'ની સિઝન 2માં PM મોદીનાં બાળપણનો રોલ અદા કર્યો હતો. ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' (Dance India Dance) લિટલ ચેમ્પ સીઝન 2થી કદમ મુકનાર ફૈઝલનો જન્મ મુંબઇ (Mumbai)માં થયો હતો. એક ઓટો ડ્રાઇવરનાં ઘરે જન્મેલો ફૈઝલ આજે તેની મેહનતથી ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ કમાઇ લીધુ છે.
ફૈઝલ ખાન (Faisal Khan)એ એક ઇન્ટરવ્યૂમાં તેનાં રોલ અંગે વાત કરતાં કહ્યું હતું કે, મે આ સીરીઝમાં કામ કરતાં તેનાં PM અંગે ઘણું બધુ જાણ્યું હતું. જેમ તેમનું બાળપણ કેવી રીતે વીત્યું, તેઓ ક્યાંથી ભણવાનું શરૂ કર્યું. અને ક્યારે તેઓએ ઘર છોડ્યું આ સાથે જ મને તક મળી કે, શૂટ દરમિયાન તેમનાં મિત્રોઅને પાડોસિયો પાસેથી તેમનાં કિસ્સા સાંભળ્યાં હતાં. આપને જણાવી દઇએ કે, સીરીઝ 'ઇરોઝ નાઉ' પર રિલીઝ થઇ હતી.

ફૈઝલ ખાનનો આજે 23મો જન્મ દિવસ
'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' નો વિનર- ફેઝલ ખાનનાં ડાન્સ નો વિનર બનાવ્યો. તે બાદ તેણે ઘણાં ટીવી શો અને ડાન્સ શોની ઓફર મળી. આજે ફેઝલ એક્ટિંગની સાથે સાથે દેશ વિદેશમાં ડાન્સ પર્ફોર્મન્સ આપે છે. સોશિયલ મીડિયામાં તે ઘણો જ એક્ટિવ રહે છે. ફેઝલ સ્ટાર પ્લસનાં શો 'નચ બલિયે'ની સિઝન 9માં તેની પાર્ટનર મુસ્કાન કટારિયાની સાથે નજર આવ્યો હતો. મુસ્કાન એક મોડલ છે. બંનેની મુલાકાત જોધપુરમાં એક ફેશન શો દરમિયાન થઇ હતી. એટલું જ નહીં ફૈઝલે 21 વર્ષની ઉંમરે જ લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. પણ આ સંબંધ લાંબગો ટક્યો ન હતો.
મુસ્કાન અને ફૈઝલનાં સંબંધમાં પડી હતી તિરાડ- મુસ્કાને ફૈઝલ પર ધોખો આપ્યાનો આરોપ લગાવી તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ વાત બાદ મુસ્કાન અને ફૈઝલનાં સંબંધમાં તિરાડ પડી ગઇ હતી. હાલમાં ફૈઝલે તેનાં કામ પર ફોકસ કરી રહ્યાં છે. ફૈઝલે ટીવી શો 'મહારાણા પ્રતાપ'માં તેમનાં બાળપણનો રોલ અદા કર્યો છે. તો આ શોમાં મહારાણા પ્રતાપનો રોલ એક્ટર શરદ મલ્હોત્રાએ અદા કર્યો હતો.
Published by:
Margi Pandya
First published:
January 30, 2021, 12:49 PM IST