દીપિકા પાદુકોણ માટે ટીશ્યૂ બન્યા Issue, ભીડમાં બેગ ખેચવાનો થયો પ્રયાસ
News18 Gujarati Updated: February 26, 2021, 10:33 AM IST
(PHOTO: VIRAL BHAYANI)
દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની સાથે આ ઘટના ત્યારે ઘટી જ્યારે તે શૂટ બાદ પરત આવી એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવાં પહોંચી હતી. દીપિકાએ આઉટલેટની બહાર નીકળતા જોઇ તેનાં ફેન્સ પાપરાઝીની સાથે ટીશ્યુ વેચનારી કેટલીક મહિલાઓએ તેને ઘેરી લીધી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઘણી વખત સેલીબ્રિટીઝ (Celebrities) એવી પરીસ્થિતિઓમાં ફંસાઇ જાય છે, જેનાં અંગે તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય. કોઇ ખાસ જગ્યાએ કોઇ ખાસ અવસરે પોતાનાં પસંદિદા સિતારાની ઝલક જોવા ઘણી વખત ઉત્સુક થઇ જાય છે. જે ઘણી વખત સેલિબ્રિટીઝ માટે મુશ્કેલી ઉભી કરી દે છે. કંઇક આવું જ બોલિવૂડ (Bollywood)ની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની સાથે પણ થયુ છે. દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભીડથી ઘેરાયેલી નજર આવી રહી છે. તે થોડી ડરેલી લાગે છે. અને ભીડમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. આ સમયે તેની બેગ ખેચવાનો પ્રયાસ થયો હતો.
દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે શૂટ બાદ પરત આવી એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવાં પહોંચી હતી. દીપિકાએ આઉટલેટની બહાર નીકળતા જોઇ તેનાં ફેન્સ પાપરાઝીની સાથે ટીશ્યુ વેચનારી કેટલીક મહિલાઓએ તેને ઘેરી લીધી હતી.
પ્રખ્યાત સેલિબ્રિટી પેપરાઝી વિરલ ભયાણીનો આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. , જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
ફિલ્મ સ્ટાર્સ સાથે આવું ઘણી વખત થાય છે. આ કારણે જ તેઓને તેમની સાથે બોડીગાર્ડ રાખવા પડે છે. પણ આ વીડિયો જોયા બાદ ફક્ત એટલું જ કહેવાય કે, બીડ દીપિકાની ટીમ પર ભારે પડી ગઇ હતી.
2020માં લાગેલાં બ્રેક બાદ દીપિકા પાદુકોણ ફરી એક બાદ એક ઘણી હિટ આપવા તૈયાર છે. હાલમાં તે શકુન બત્રાની અનટાઇટિલ્ડ ફિલ્મની શૂટિંગ કરાવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી નજર આવશે. આ ઉપરાંત તે સાહરૂખ ખાનની સાથે પઠાણમાં નજ રઆવશે. રિતિક અને દીપિકા પણ એક સાથે નજર આવશે. આ ફિલ્મનું નામ 'ફાઇટર' છે.
Published by:
Margi Pandya
First published:
February 26, 2021, 10:31 AM IST