દીયા મિર્ઝાનાં મંગળસૂત્રએ ખેંચ્યું બધાનું ધ્યાન, ભાવ જાણવાં ઉત્સુક છે ફેન્સ

News18 Gujarati
Updated: February 21, 2021, 10:24 AM IST
દીયા મિર્ઝાનાં મંગળસૂત્રએ ખેંચ્યું બધાનું ધ્યાન, ભાવ જાણવાં ઉત્સુક છે ફેન્સ
દિયા મિર્ઝાનું યૂનિક મંગળસૂત્ર

દીયા મિર્ઝા (Dia Mirza)નાં લગ્નની તસવીરો અને વીડિયો ચર્ચામાં છે. લાલ રંગની સાડીમાં દીયા મિર્ઝા દુલ્હન બનેલી જોઇ તેની સાદગી પર સૌ કોઇ ફિદા થઇ ગયા હવે તેનાં લગ્નની તસવીરો બાદ તેનું મંગળસૂત્ર (Dia Mirza's Mangalsutra) ચર્ચામાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝા (Dia Mirza)એ હાલમાં જ બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્ન કર્યા છે. આ દીયા અને વૈભવ બંનેનાં બીજા લગ્ન છે. દીયા મિર્ઝા એ ઘણાં ઓછા ગણતરીનાં મેહમાનોની હાજરીમાં વૈભવ રેખી સાથે (Dia Mirza Viabhav Rekhi Wedding) લગ્ન કર્યા છે. આ વચ્ચે તેનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. લાલ રંગની સાડીમાં દીયાની સાદગી જોઇ સૌ કોઇ આ નવી નવેલી દુલ્હન પર ફિદા થઇ ગયું છે. હવે તેનાં લગ્ન બાદ તેનું મંગળસૂત્ર (Dia Mirza's Mangalsutra) ચર્ચામાં છે.

હાલમાં જ દીયા મિર્ઝા તેનાં લગ્ન બાદ પહેલી વખત એરપોર્ટ પર નજર આવી જ્યાં તેણે બ્લૂ કૂર્તો પહેર્યો હતો. આ દરમિયાન સૌ કોઇની નજર તેનાં ક્યૂટ મંગળસૂત્ર પર અટકી હતી. વીડિયોમાં દીયા નાનકડા પણ શાનદાર અને ડિફરન્ટ મંગળસૂત્ર પહેરેલી નજર આવે છે. જેનાં સૌ કોઇ વખાણ કરી રહ્યાં છે. દીયાાએ પણ તેની એક સેલ્ફી શેર કરી હતી જેમાં તેનું મંગળસૂત્ર નજર આવે છે.





દીયિ મિર્ઝાનો આ વીડિયો પર કમેન્ટ કરતાં સૌ કોઇ તેનાં મંગળસૂત્રનાં વખાણ કરી રહ્યા છે. સાથે જ ગણાં લોકોએ તેનાં મંગળસૂત્રની કિંમત પણ પૂછી લીધી છે. આપને જણાવી દઇએ કે,

ગત 15 ફેબ્રુઆરીનાં દીયાએ મુંબઇ બેઝ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. તેમનાં લગ્નમાં તેમનાં નિકટનાં લોકો અને પરિવારનાં લોકો જ હાજર રહ્યાં હતાં. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પણ શામેલ હતી. અદિતિએ આ લગ્નમાં દીયાની બહેનની ભૂમિકામાં હતી તેણે વૈભવનાં જૂતા ચોર્યા હતાં.
Published by: Margi Pandya
First published: February 21, 2021, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading