ક્ષિતિજ પ્રસાદનો આરોપ- NCB ઓફિસરે કહ્યું, કરન જોહરને ફસાવી દે, અમે તને છોડી દઇશું

News18 Gujarati
Updated: September 28, 2020, 12:59 PM IST
ક્ષિતિજ પ્રસાદનો આરોપ- NCB ઓફિસરે કહ્યું, કરન જોહરને ફસાવી દે, અમે તને છોડી દઇશું
ક્ષિતિજ રવિ પ્રસાદ, ધર્મા પ્રોડક્શનનો પૂર્વ ડિરેક્ટર

Bollywood Drugs Case: આપને જણાવી દઇએ કે, ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)ને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની શનિવારે ધરપકડ કરી લીધી છે. NCBનાં સૂત્રો મુજબ, ક્ષિતિજનાં ઘરે રેઇડ દરમિયાન ગાંજો મળી આવ્યો હતો.

  • Share this:
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નાં હાથે લાગેલાં કરન જોહરની ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)એ તપાસ એજન્સી પર ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રસાદનાં વકીલ સતીશ માનશિંદે (Satish Maneshinde)એ બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું કે, NCBનાં અધિકારીઓ ક્ષિતિજને પરેશાનઅને જબરદસ્તી ખોટાં નિવેદન પર સાઇન લઇ રહ્યાં છે.

વકીલે હાઇકોર્ટને જણાવ્યું કે, ક્ષિતિજ પ્રસાદને પૂછપરછ દરમિયાન કરન જૌહર અને તેનાં ટોપનાં એક્ઝીક્યૂટિવ્સને ફસાવવા માટે જોર-જબરદસ્તી કરવામાં આવી છે. તેણે તપાસ એજન્સી પર આરોપ લગાવતા કહ્યું કે, NCBનાં ઓફિસરે તેને કહ્યું કે, જો તે કરન જોહર, સોમેલ મિશ્રા, રાખી, અપૂર્વા, નિરજ કે રાહિલનાં નામ લઇ લેશે તો તેને છોડી દેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની NCBએ શનિવારે ધરપકડ કરી હતી. NCBનાં સૂત્રો મુજબ ક્ષિતિજનાં ઘરે રેઇડ દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. જોકે, ક્ષિતિજનાં વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તપાસ એજન્સી તેની ઉપર દબાણ બનાવ્યું છે કે, તે કંઇપમ રીતે કબૂલ કરે કે, કરન જોહર અને તેની ટીમ ડ્રગ્સ લે છે.

આ પણ વાંચો - PHOTOS: ફિલ્મની શૂટિંગ માટે લંડન રવાના થઇ નુસરત જહાં, જુઓ તેનો એરપોર્ટ LOOK

ક્ષિતિજનાં વકીલે કહ્યું કે, તાપસ ટીમે ખૂબ દબાણ બનાવવા છતાં તેણે વાત માની ન હતી. કારણ કે તે અંગત રીતે કોઇને પણ ઓળખતો નથી. તેણે કહ્યું કે, ક્ષિતિજ કોઇને પણ ખોટી રીતે ખોટા આરોપોમાં ફસાવવા નહોતો ઇચ્છતો.

ક્ષિતિજનાં વકીલ સતીશ માનશિંદેએ NCBનાં જોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર પણ ઘણાં આરોપો લગાવ્યાં છે. તેણે કહ્યું કે, સમીર વાનખેડેએ ક્ષિતિજ પ્રાદને ધમકાવ્યો છે, કે જો તે સ્ટેટમેન્ટ પર સાઇન નહીં કરે તો તેને ન તેનાં પરિવાર સાથે વાત કરવા મળશે ન તેનાં વકીલ સાથે.આ પણ વાંચો- Bday Special: 91 વર્ષનાં થયા લતા મંગેશકર, આ કરાણે નાની બહેનથી તોડ્યા હતાં સંબંધ

કરન જોહરે ક્ષિતિજ પ્રસાદને ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલાં હોવાની વાત નકારી- વકીલ સતીશ માનશિંદેએ આરોપ લગાવીએ તો સમીર વાનખેડેએ ક્ષિતિજે તેની ખુરશીની પાસે જમીન પર બેસવા કહ્યું અને તેનાં ચહેરાની સામે તેનાં જૂતાવાળા પગ રાખીને કહ્યું કે, આ તેની અસલી ઓકાત છે. જે બાદ ત્યાં હાજર તપાસ ટીમનાં અન્ય સભ્યો હસવાં લાગ્યાં. આપને જણાવી દઇએ કે, ગત દિવસો આ મામલે કરન જોહેર ક્ષિતિજ પ્રસાદને તેની કંપની ધર્મા પ્રોડક્શંસ સાથે જોડાયેલાં હોવાનો દાવો ખારિજ કરી દીધો હતો.
Published by: Margi Pandya
First published: September 28, 2020, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading