FAT TO FIT: ફરદીન ખાન ફિલ્મોમાં કરશે વપાસી, NO ENTRYની સીક્વલની સ્ક્રિપ્ટ તૈયાર

News18 Gujarati
Updated: February 28, 2021, 11:41 AM IST
FAT TO FIT: ફરદીન ખાન ફિલ્મોમાં કરશે વપાસી, NO ENTRYની સીક્વલની સ્ક્રિપ્ટ તૈયાર
ફરદિન ખાન, એક્ટર

ફેટથી ફિટ થયા ફરદીન ખાન (Fardeen Khan)નાં જુના અવતારમાં જોઇ ફેન્સ ખુબ ખુશ છે. તેમનાં વજન ઉતાર્યા બાદથી જ બોલિવૂડમાં તેમની વાપસીની અટકળ શરૂ થઇ ગઇ છે. ફરદીન ખાન 2005માં રિલીઝ ફિલ્મ 'નો એન્ટ્રી'ની સીક્વલની સાથે ફિલ્મોમાં એન્ટ્રી કરશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાનાં જમાનામાં બોલિવૂડનાં પોપ્યુલર એક્ટર ફિરોઝ ખાનનાં દીકરા ફરદીન ખાન (Fardeen Khan) ફિલ્મોમાં જબરદસ્ત રીતે વાપસી કરવાની તૈયારીમાં છે. લોકડાઉનનાં સમયનો સદઉપયોગ કરતાં એક્ટર એક વખત ફરી જુના શેપમાં પાછો ફરી ગયો છે. તેણે તેનું વજન ઘણું જ ઉતારી દીધુ છે. ફરદીન ખાનનું આ ટ્રાન્સફોર્મેશન હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે ફેટ થી ફિટ થયેલાં ફરદીન ખાનનો જુનો અવાતર જોઇ ફેન્સ ખુશ થઇ ગયા છે. તે બાદથી જ બોલિવૂડમાં તેમની વાપસી અંગે અટકળો લગાવવામાં આવી રહી છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ફરદીન ખાનને કાસ્ટિંગ ડિરેક્ટરથી ફિલ્મ નિર્માતા બનેલા મુકેશ છાબરા (Mukesh Chhabra)નાં ઓફિલસમાંથી નીકળતાં નજર આવ્યાં હતાં. ઓફિસથી નીકળતા સમયની તેની તસવીરો ચર્ચાઓમાં છે. આ ફોટોમાં ફરદીન ખાનની ફિટનેસ જોઇને સૌ કોઇ ચોકી ગયા છે. આ પહેલા ફરદીન ખાન તેનાં વધુ વજનનાં કારણે ચર્ચામાં હતો. ફરદીન ખાનને આપ 'નો એન્ટ્રી', 'હે બેબી' અને 'જંગલી' જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરવા માટે જાણીતો છે.

યૂનાઇટેડ કિંગડમથી પરત આવ્યાં બાદ ફરદીન ખાન તેનાં ફિલ્મી કરિયરને ફરી ચમકાવવામાં લાગી ગયો છે. ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે, ફરદીન ખાન 'નો એન્ટ્રી'ની સિક્વલની સાથે બોલિવૂડમાં જબરદસ્ત વાપસી કરી શકે છે. 2005માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ નો એન્‌ટ્રીનું ડિરેક્શન અનીઝ બઝમીએ કર્યુ છે. આ ફિલ્મમાં ફદીન ખાન, અનિલ કપૂર, સલમાન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, ઇશા દેઓલ અને સેલિના જેટલીની સાથે નજર આવ્યો હતો.

જ્યારે અનીસ બઝ્મીને 'નો એન્ટ્રી'ની સિક્વલ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'નો એન્ટ્રીને સૌએ પસંદ કરી હતી. અને તેની સિક્વલ અંગે હું ઘણો જ ઉત્સાહિત છું. તેથી મે તેની સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી છે. સ્ક્રિપ્ટ લખવા માટે મારી પાસે એક વર્ષનો ટાઇમ હતો. અને આ સમયમાં સ્ક્રિપ્ટ પૂર્ણ થઇ ગઇ છે. આ મારી અત્યાર સુધીની ખાસ સ્ક્રિપ્ટમાંથી એક છે. જો આપ તેની શૂટિંગ અંગે જાણવાં ઇચ્છો છો તો, તે માટે આપે પ્રોડ્યુસર બોની કપૂરને પુછવું પડશે. એક સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટરનાં રુપમાં હું તૈયાર છું. અને તેમની રજામંદીની રાહ જોઇ રહ્યો છું '
Published by: Margi Pandya
First published: February 28, 2021, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading