હોર્સ શૉમાં અમદાવાદનો આ ઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, સલમાન ખાને ખરીદવા કરી 5 કરોડની ઓફર
News18 Gujarati Updated: February 20, 2021, 7:57 PM IST
પરમવીર ઘોડાના માલિક શેઠ મોહમ્મદ નદીમ અમદાવાદ, ગુજરાતનો રહેવાસી
ઘોડાના દાદા અને દાદી અને માતા બધા ચેમ્પિયન છે, તેથી જ પરમવીરની ખૂબ માંગ છે. પરમવીર ઘોડાના માલિક શેઠ મોહમ્મદ નદીમ અમદાવાદ, ગુજરાતનો રહેવાસી
પંજાબના ફરીદકોટમાં દર વર્ષે યોજાતા ચાર દિવસના હોર્સ-શૉ (Horse Show)માં દેશભરના ટોચના ઘોડાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. આ મેળામાંથી સારી જાતીના 300 ઘોડા અને ઘોડીઓએ ભાગ લીધો. પંજાબ સિવાય રાજસ્થાનના જયપુર, અજમેરથી ચાંદી, મારવાડે અને નુકરા જાતીના ઘોડાઓ પણ અહીં આવ્યા હતા પરંતુ, બધાનું ધ્યાન માત્ર બે ઘોડા પર જ ટકેલું રહ્યું હતુ,
આ બંને મારવાડી જાતીના અને કાળા રંગના છે. આ ઘોડાનું નામ છે પરમવીર અને દેવરાજ. આ ઘોડાઓની ચર્ચા થવા પાછળનું કારણ તેમના પર લાગેલ મોંઘી બોલીઓ છે. સૌથી વધુ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર હતો 'પરમવીર' ઘોડો. પરમવીરને ખરીદવા બોલિવૂડના સુલતાન સલમાન ખાને ખરીદવા માટે 5 કરોડની ઓફર કરી છે. જોકે આટલી મોટી ઓફર છતા પરવીરના માલિક શેખ મોહમ્મદ નદીમે વેચવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો -
પૂજા હેગડે બની વૈભવી સી-ફેસિંગ એપાર્ટમેન્ટની માલિક, ક્યાં ખરીદી તેની પ્રથમ સંપત્તિ? કોણ છે નદીમ, ક્યાં રહે છે?
નદીમ એક ઘોડાપ્રેમી છે. પરમવીર વિશે નદીમે કહ્યું કે, કાલા શાહ મારવાડી ઘોડો છે અને આ ઘોડાની સુંદરતા જોઈને ઘણા લોકોએ તેને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પણ શામેલ છે. સલમાન ખાનની ટીમે આ ઘોડા માટે પાંચ કરોડ રૂપિયાની ઓફર કરી છે. પરંતુ તેમણે કહ્યું કે હમણાં પરમવીરને વેચવાનો અમારો ઇરાદો નથી. ઘોડાના દાદા અને દાદી અને માતા બધા ચેમ્પિયન છે, તેથી જ પરમવીરની ખૂબ માંગ છે. પરમવીર ઘોડાના માલિક શેઠ મોહમ્મદ નદીમ અમદાવાદ, ગુજરાતનો રહેવાસી છે.
આ પણ વાંચો -
વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર Easy Plus લોન્ચ, જાણો - ફિચર્સ બીજો ઘોડો કોણ છે ? કોનો છે?
પરવીર સિવાય બીજા એક ઘોડાએ પણ આ શોમાં દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તે કાળો શાહ મારવાડી ઘોડો દેવરાજ હતો. તેના માલિક સની ગિલે જણાવ્યું હતું કે, દેવરાજના પાંચ બાળકો પણ ભારત ચેમ્પિયન બન્યા છે. દેવરાજને ખરીદવા માટે ઘણા ઘોડાપ્રેમીઓએ કોરો ચેક પણ આપ્યો છે, પરંતુ અમે તેને વેચવા માંગતા નથી. અમે આ ઘોડો અમારા શોખ માટે રાખ્યો છે.
રસપ્રદ વાત એ છે કે પરમવીરના માલિક અને ઘોડા પ્રેમી શેખ મોહમ્મદ નદીમે જ દેવરાજને ખરીદવા માટે 5 કરોડ રૂપિયા લગાવ્યા છે, પરંતુ અમે તેને વેચીશું નહીં.
Published by:
kiran mehta
First published:
February 20, 2021, 7:46 PM IST