ગૌહર ખાન-જૈદ દરબારનાં ઘરમાં લગ્નની વિધીઓ શરૂ, ચિક્સા સેરેમનીની PHOTO અને VIDEO વાયરલ
News18 Gujarati Updated: December 22, 2020, 12:03 PM IST
ગૌહર ખાન અને ઝૈદ ખાન
ગોહર ખાન (Gauahar Khan) અને ઝૈદ દરબાર (Zaid Darbar)નાં ઘરમાં લગ્નની વિધીઓ શરૂ થઇ ગઇ છે. અને નિકાહ પહેલાં થતી રસમોનો આગાઝ થઇ ગયો છે. ઝૈદ અને ગૌહરે તેમનાં લગ્નને GaZa (ગાઝા) નામ આપ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ વિનર અને એક્ટ્રેસ ગૌહર ખાન (Gauhar Khan) તેનાં બોયફ્રેન્ડ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર (Zaid Darbar) સાથે જલદી જ લગ્ન કરવાની છે. તેમનાં ઘરમાં લગ્નની ધામધૂમ શરૂ થઇ ગઇ છે. અને ઘરમાં નિકાહ પહેલાની વિધીઓ પણ શરૂ થઇ ગઇ છે. ઝૈદ અને ગૌહરે તેમનાં લગ્નને GaZa (ગાઝા) નામ આપ્યું છે. નિકાહ પહેલાં ચિક્સા રસમ પૂર્ણ થઇ ગઇ છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં બંને પરિવાર જશ્ન મનાવતા નજર આવી રહ્યાં છે.
ગૌહર ખાન અને ઝૈદ દરબાર બંનેએ સોશિયલ મીડિયા પર ચિક્સા સેરેમનીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ગોહર અને ઝૈદે ય્લો રંગનાં કપડાં પહેર્યા છે અને બંને ખુબજ ખુશ નજર આવી રહ્યા છે. તસવીરનાં કેપ્શનમાં બંનેએ લખ્યું છે કે, 'જ્યારે મારો અડધો હિસ્સો તારા અડધા હિસ્સાથી મળી ગયો અને એક થયો. ત્યારે બેટર હાફ બન્યો. આપણો સૌથી સુંદર પળ.. અલહમદુલ્લિલાહ' ગાઝા.. સેલિબ્રેશનનો પહેલો દિવસ, ચિક્સા..'
તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેને વધામણા મળવાનાં શરૂ થઇ ગયા છે. હિના ખાને કમેન્ટમાં લખ્યું છે, 'બિસ્મિલ્લાહ'.. જય ભાનુશાલીએ કમેન્ટમાં લખ્યું છે, 'બધાઇ હો' તો મુક્તિ મોહને પણ બંનેને વધામણાં આપ્યા છે.
ચિસ્કા સેરેમનીનો વીડિયો પેપરાઝી વિરલ ભયાનીએ તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જ્યાં બંને પરિવારનાં સભ્યો ઢોલનાં તાલ પર થિરકતા નજર આવે છે. ગૌહર ખાને આ દરમિયાન ગુલાબી અને યલ્લો રંગનો લહેંઘો પહેર્યો છે. અને સાથે લાઇટ ય્લો રંગનો બ્લાઉઝ પહેર્યો છે અને ભારે દુપ્પટો લીધો છે. જ્યારે બીજી તરફ ઝૈદે ય્લો રંગનો કુર્તો અને સફેદ પાજમો પહેર્યો છે.
આપને જણાવી દઇએ કે, ગૌહર અને ઝૈદની ઉંમરમાં 11 વર્ષનો ફરક છે. તેમને તેમનાં સંબંધોની જાહેરાત કરી જે બાદ તેઓ મિની હોલીડે પર દુબઇ ગયા હતાં. બંને મુંબઇની આઇટીસી મરાઠા લગ્ઝુરીયસ હોટલમાં નિકાહ પઢવાનાં છે. આ લગ્નમાં ગૌહર અને ઝૈદનાં પરિવારનાં નિકટનાં સંબંધીઓ અને મિત્રો પણ શામેલ થશે. કોરોનાને કારણે ગણતરીનાં મહેમાનોને જ નિમંત્રણ આપવામાં આવશે.
Published by:
Margi Pandya
First published:
December 22, 2020, 11:57 AM IST