ગુજરાતી ફિલ્મ-ટીવી જગતના પ્રખ્યાત 'હસમુખા' કલાકાર હસમુખ ભાવસારનું નિધન

News18 Gujarati
Updated: October 22, 2020, 7:40 AM IST
ગુજરાતી ફિલ્મ-ટીવી જગતના પ્રખ્યાત 'હસમુખા' કલાકાર હસમુખ ભાવસારનું નિધન
હસમુખ ભાવસારનું નિધન

ગુજરાતી ફિલ્મોમાં હસમુખ ભાવસાર નામનો ડંકો વાગતો. તેમના બુલંદ અવાજના કારણે એ ગુજરાતી ફિલ્મોના અમિતાભ ગણાતા

  • Share this:
મદાવાદ: ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ, ટીવી જગતના ઉત્તમ, હસમુખા કલાકાર હસમુખ ભાવસારનું નિધન થતા ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કહેવાય છે કે, ડાકોર દર્શને ગયા હતા, ત્યારે પ્રભુના ધામમાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે.

ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં હસમુખ ભાવસાર નામનો ડંકો વાગતો. તેમના બુલંદ અવાજના કારણે એ ગુજરાતી ફિલ્મોના અમિતાભ ગણાતા હતા. હસમુખ ભાવસારની કારકિર્દી 1900 70-72 આસપાસ શરૂ થઈ હતી. યુથ ફેસ્ટિવલમાં હસમુખ ભાવસાર અને હર્ષદ શુક્લના નામનો ડંકો વાગતો હતો.

તમને જણાવી દઈએ કે, ગુજરાતી ફિલ્મોમાં તેમણે દિલ દોસ્તી લવ ઇન લાઇફ, બાપ વેચવાનો છે, ગ્રાન્ડ હળી, મોનાલીસા, સંબંધોની સોનોગ્રાફી, આ તો પ્રેમ છે વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. ગુજરાતી નાટકોમાં જ્યારે આપણે હસમુખ ભાવસારના અલગ અલગ પાત્રને જોતા ત્યારે દરેક પ્રકારની લાગણી અનુભવી શકતા. કોમેડી કરે ત્યારે હાસ્યની છોળો ઉછળવા લાગે અને ઇમોશનલ પાત્ર ભજવે ત્યારે આપણી આંખોમાંથી પાણી પણ છલકાઇ જતા. હવે એ અલગ અલગ પાત્રોના માલિક હસમુખ ભાવસારે આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે.

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

હસમુખ ભાવસાર એક ભારતીય અભિનેતા હતા જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે. તેમની ફિલ્મોમાં સંબંધો ની સોનોગ્રાફી, કમિટમેન્ટ  મોનાલિસ જ્યારે કોમેડી નાટક બાપ વેચવાનો છે નો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2020માં સગપણ ફિલ્મમાં પણ હસમુખ ભાવસાર અભિનય કરતા જોવા મળ્યા હતા.તેઓએ અનેક ગુજરાતી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. એક ડાળના પંખી તેમજ ભલા ભુસાના ભેદભરમ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમને છેલ્લે અંતિમ સિરિયલ ‘મામાનું ઘર કેટલે’માં પણ કામ કર્યું છે. આ સિવાય તેઓએ ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો.

સુરતના 3 વર્ષના માસૂમ બાળકના સંગીત પર ફીદા થયા Big B, મહાનાયકે ટ્વીટર પર શેર કર્યો Video

સુરતના 3 વર્ષના માસૂમ બાળકના સંગીત પર ફીદા થયા Big B, મહાનાયકે ટ્વીટર પર શેર કર્યો Video

હસમુખ ભાવસારે એક જમાનામાં હુતો હુતી, પરિવર્તન, અંબા જેવી અનેક સફળ ટેલિવિઝન શ્રેણીઓ કરી હતી. હસમુખ ભાવસારે ગુજરાતી ફિલ્મોના ખલનાયક તરીકે લાખો પ્રેક્ષકોના દિલ જીતી લીધેલાં. અત્રે નોંધનીય છે કે, હસમુખ ભાવસારના નિધનથી રંગભૂમિ, ટેલિવિઝન તેમજ ફિલ્મોના પડદા પર એક પ્રકારનો ખાલીપો રહેશે. ગુજરાતી ફિલ્મોમાં તેમણે દિલ દોસ્તી લવ ઇન લાઇફ, બાપ વેચવાનો છે, ગ્રાન્ડ હળી, મોનાલીસા, સંબંધોની સોનોગ્રાફી, આ તો પ્રેમ છે વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

એક ડાળના પંખી તો આપણે જોઇને મોટા થયા છીએ, તેમાં જ્યારે પુરુષોની બેઠક ભરાતી અને તેમાં હસમુખ ભાવસારની વાત કરવાની પણ એક આગવી છટા હતી. હવે તે છટા આપણને ટીવી પર જ જોવા મળશે.
Published by: kiran mehta
First published: October 21, 2020, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading