આ Gujarati movie રિલીઝ થયા પહેલા જ જીત્યા 54 એવોર્ડ, ગુજરાતને અપાવ્યું ગૌરવ


Updated: December 9, 2021, 12:13 AM IST
આ Gujarati movie રિલીઝ થયા પહેલા જ જીત્યા 54 એવોર્ડ, ગુજરાતને અપાવ્યું ગૌરવ
ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન

Gujarati movie divaswapna: આ  ફિલ્મ રિલીઝ (Movie release) થાય તે પહેલાં જ સફળતાનાં શિખરો સર કરી લીધા છે. આ ફિલ્મે  ગુજરાત (Gujarat) અને દેશમાં (country) જ નહીં આખી દુનિયામાં નામના મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

  • Share this:
અમદાવાદ: કે.ડી. ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના (K.D. Film Pvt. Ltd.) પ્રોડક્શન હેઠળ ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન (Gujarati movie divaswapna) આગામી 10 ડિસેમ્બરએ રિલીઝ થઈ રહી છે. જેનું પ્રીમિયર અમદાવાદમાં (Ahmedabad news) યોજાયું. જોકે આ  ફિલ્મ રિલીઝ (Movie release) થાય તે પહેલાં જ સફળતાનાં શિખરો સર કરી લીધા છે. આ ફિલ્મે  ગુજરાત અને દેશમાં જ નહીં આખી દુનિયામાં નામના મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આ અદભૂત ફિલ્મએ રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 54 એવોર્ડ અને 35 નોમિનેશન મેળવી લીધા છે. દિવાસ્વપ્ન જ્યારે જ્યારે આ ફિલ્મનું નામ લેવાશે ત્યારે આ ફિલ્મે મેળવેલા એવોર્ડ દર્શકોના માનસ પટ પર ચોક્કસ આવી જવાના. એવોર્ડની લાઈનમાં આ ફિલ્મ ચોક્કસ પ્રથમ હરોળમાં મુકાશે તે નક્કી છે. આ ફિલ્મનું ટાઇટલ લેખક ગિજુભાઈ બધેકાની બુક દિવાસ્વપ્ન પરથી રાખવામાં આવ્યું છે.

ફિલ્મમમાં વર્તમાન સમયને અનુરૂપ મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મમાં ભાર વિનાના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શુ રોલ હોય છે અને તે તેના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે, આ ઉપરાંત કુદરતી ખેતીનું આજના યુગમાં શું મહત્વ છે, તેમજ આજના સમયમાં માતાપિતા તેમના સંતાનોના ભણતર પાછળ કયા કયા પડકારો અને તેનું સમાધાન જેવી વિગતોએ ફિલ્મની સ્ટોરીમાં વર્ણવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

ફિલ્મની સફળતાનો શ્રેય ફિલ્મનું સ્ટારકાસ્ટ ચેતન દહીંયા, વિમલ ત્રિવેદી, પ્રવિણ ગુંડેચા, ગરીમા ભારદ્વાજ, ભવ્ય, રિતેશ મોક, કલ્પના ગગડેકર, આખી ટીમને આપી રહ્યો છે. દિવાસ્વપ્ન ફિલ્મએ અમેરિકા, બ્રિટન, સિંગાપુર, વેનેઝુએલા સહિત અલગ અલગ દેશો અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 54 એવોર્ડ રિલીઝ થયા પહેલા જ મેળવી લીધા છે. અને 35 નોમિનેશન મેળવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને વિશ્વ ફલક પર નામના અપાવી છે.

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ કેનેડાથી મામાના લગ્નમાં આવ્યો ભાણો, કાર નીચે આવી જતાં મોત, શોકિંગ cctv video viralદર્શકોને ફિલ્મ જરૂર થી જોવા ફિલ્મના નિર્માતા નરેશ પ્રજાપતિ અને  દિગ્દર્શક સતીશ દાવરા અપીલ કરી રહ્યાછે. દોઢ વર્ષના લાંબા સમયની મહેનત દિવાસ્વપ્નની ટીમ માટે સફળતા લાવી છે. કોરોના બાદ ઘણા સમયથી થિયેટરો બંધ હતા. દર્શકો પણ જાણે કોઈ ઉત્તમ સ્ટોરીની ફિલ્મની રાહમાં હતા અને દર્શકોને ગમે અને તેના દિલો દિમાગ પર છવાઈ જાય તેવી દિવાસ્વપ્ન મુવી 10ડિસેમ્બરએ ધમાલ મચાવવા આવી રહી છે.
Published by: ankit patel
First published: December 9, 2021, 12:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading