Happy Birthday: જગ્ગૂ દાદાથી જેકી શ્રોફ સુધીની સફર નહોતી આસાન, કુકિંગનો છે ભારે શોખ

News18 Gujarati
Updated: February 1, 2021, 10:54 AM IST
Happy Birthday: જગ્ગૂ દાદાથી જેકી શ્રોફ સુધીની સફર નહોતી આસાન, કુકિંગનો છે ભારે શોખ
એક દિવસ જેકી બસ સ્ટેન્ડ પર બસ મળવાની રાહ જોતા હતા. ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો મોડલિંગ કરીશ ? ત્યારે જેકી કશું કમાતા નહોતા એટલે તરત બોલ્યા પૈસા મળશે ? એ ક્ષણ હતી જ્યારે તેઓ સ્ટારડમ તરફ આગળ વધ્યા

એક દિવસ જેકી બસ સ્ટેન્ડ પર બસ મળવાની રાહ જોતા હતા. ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો મોડલિંગ કરીશ ? ત્યારે જેકી કશું કમાતા નહોતા એટલે તરત બોલ્યા પૈસા મળશે ? એ ક્ષણ હતી જ્યારે તેઓ સ્ટારડમ તરફ આગળ વધ્યા

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડ સ્ટાર જેકી શ્રોફ(Jackie Shroff) કેવી રીતે હીરો બન્યા તેની સ્ટોરી એકદમ ફિલ્મી છે. જેકી શ્રોફ (Jackie Shroff)નું સાચુ નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. તેમનો જન્મ આજના દિવસે 1967માં થયો હતો. તેમનું બાળપણ ખુબજ ગરીબીમાં વિત્યું હતું. તેઓ મુંબઈની એક ચાલીમાં રહેતા હતા અને પોતાના મહોલ્લાના લોકોનું ખુબ ધ્યાન રાખતા હતા. એટલે પોતાના લોકોમાં તેઓ જગ્ગૂ દાદાના રૂપમાં જાણીતા હતા.

પરિવાર અત્યંત ગરીબ હોવાથી 11માં ધોરણમાં જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ત્યારે જેકી શ્રોફને સ્ટાઈલ ઉપરાંત કુકીંગનો પણ શોખ હતો. તેઓ શેફ તરીકે પોતાનું નસીબ અજમાવવા તાજ હોટલમાં પણ ગયા, પણ વાત બની નહીં. જેકીના હાથનો રીંગણનો ઓળો આજે પણ બોલિવુડ સ્ટાર્સમાં ફેમસ છે. ત્યારબાદ જેકીએ ફ્લાઈટ અટેન્ડેન્ટ બનવાની કોશિષ કરી, પણ ઓછી યોગ્યતાને કારણે ત્યાં પણ તેઓ ચાલ્યા નહીં.

સ્ટારડમ તરફ વધ્યા આગળ- એક દિવસ જેકી બસ સ્ટેન્ડ પર બસ મળવાની રાહ જોતા હતા. ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો મોડલિંગ કરીશ ? ત્યારે જેકી કશું કમાતા નહોતા એટલે તરત બોલ્યા પૈસા મળશે ? એ ક્ષણ હતી જ્યારે તેઓ સ્ટારડમ તરફ આગળ વધ્યા

ત્યારબાદ તેમણે સુભાષ ઘાઈની ફિલ્મ હીરો (Hero) માં કામ કરવાની તક મળી. ફિલ્મ બ્લોકબ્લસ્ટર સાબિત થઈ અને પછી તેઓ જયકિશન શ્રોફથી સુપરસ્ટાર જેકી શ્રોફ (Jackie Shroff) બની ગયા. ત્યારબાદ જેકીના કરિયરે એવી સ્પીડ પકડી કે બધા જ હીરો જોતા રહી ગયા. તેમના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો.
ગરીબોના બેલી છે જેકી શ્રોફ

જેકી ક્યારેય પોતાનું મૂળ નથૂ ભૂલ્યા. તેઓ જાણતા હતા કે ગરીબી કેવી હોય છે. માટે આજે પણ ગરીબોની સારવાર અને મદદ માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એક એકાઉન્ટ ચલાવે છે. એટલું જ નહીં, પાલી હિલ્સની આસપાસ જેટલા ગરીબો રહે છે તેમની પાસે જેકી શ્રોફનો પર્સનલ નંબર છે. જ્યારે પણ તેમને મદદની જરૂર હોય ત્યારે તેઓ જેકીને ફોન લગાવે છે અને જેકી તેમની મદદ માટે તરત જ પહોંચી જાય છે.એક રસપ્રદ વાત એ પણ છે કે જેકીએ તેની પત્ની આયેશા (Ayesha Shroff)ને પહેલીવાર બસમાં સ્કૂલ ડ્રેસમાં જોઈ હતી. આ કપલ પહેલી નજરમાં જ એકબીજાથી આકર્ષિત થઈ ગયું હતું. બસ ઉભી રહી ત્યારે જેકીએ આયેશાને તેનું નામ પૂછ્યું. પછી મળવાનું શરૂ થયું. આયેશાએ જેકી સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને રોયલ ફેમિલીમાંથી આવતી હોવાછતાં તે જેકી સાથે તેની ચાલીમાં રહેવા ગઈ હતી.
Published by: Margi Pandya
First published: February 1, 2021, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading