Happy Birthday Prabhas: 'બાહુબલી' પ્રભાસે ફેન્સને આપી ગિફ્ટ, જુઓ Radhe Shyamનો લેટેસ્ટ અંદાજ

News18 Gujarati
Updated: October 23, 2020, 3:02 PM IST
Happy Birthday Prabhas: 'બાહુબલી' પ્રભાસે ફેન્સને આપી ગિફ્ટ, જુઓ Radhe Shyamનો લેટેસ્ટ અંદાજ
રાધેશ્યામનું પોસ્ટર થયુ રિલીઝ

પૂજા હેંગડેં (Pooja Hegde)ની સાથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની જોડી ખુબજ સારી લાગે છે. લોકો તેમને સાથે જોવા ઉત્સુક છે.

  • Share this:
મુંબઇ: પ્રભાસ (Prabhas) એટલે ઇન્ડસ્ટ્રીનો બાહુબલીનો આજે 41મો જન્મ દિવસ છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડમાં ખાસ ઓળખ છે. પોતાની અપકમિંગ ફિલ્મ રાધે શ્યામ (Radhe Shyam) અંગે ગત થોડા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પ્રભાસે આજે તેનાં જન્મ દિવસે ફિલ્મનો મોશન વીડિયો (Radhe Shyam Motion Video) રિલીઝ કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલાં આ વીડિયોમાં લોકો પોતાનાં નજર હટાવી શકશો નહીં.

પૂજા હેગડે (Pooja Hegde)ની સાથે સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની જોડી ખુબજ સારી લાગી રહી છે. સૌ કોઇ આ ફિલ્મ માટે ઉત્સુક છે. આ મહિનાની શરૂઆતમાં ફિલ્મનાં નિર્માઓએ આ પહેલાં પૂજા અને પ્રભાસનાં કેરેક્ટરનો પહેલો લૂક જાહેર કર્યો હતો.





મેકર્સ ફિલ્મનાં બે સ્ટાર્સનાં લૂકને પહેલાં રિવીલ કરી ચુક્યો છે. પૂજા ઓલિવ ગ્રીન કલરની ડ્રેસ અને ઉપર ફ્લોરલ ઓવરકોટ પહેરેલી નજર આવે છે. તેણે માથે સ્કાર્ફ બાંધીને હસ્તી નજર આવી હતી. પ્રભાસ મૂવીમાં 'વિક્રમાદિત્ય'ની ભૂમિકા અદા કરી રહી છે. નિર્માતાઓએ તેમનાં સોશિયલ મીડિયા પર પ્રભાસનાં લૂક અને પોસ્ટર શેર કર્યું હતું.

'રાધે શ્યામ' યૂરોપમાં સ્થાપિત એક મહાકાવ્ય પ્રેમ કહાની માનવામાં આવી રહી છે. ફિલ્મમાં 'પેન ઇન્ડિયા' સ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે લિડ રોલમાં નજર આવે છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર સહિત ઘણાં અન્ય સ્ટાર્સ છે. ફિલ્મમાં હિન્દી, તેલુગુ, તમિલ, મલિયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત, ફિલ્મ રોમેન્ટિક પીરિયડ ડ્રામા છે જે 2021માં રિલીઝ થશે. ફિલ્મ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા નિર્મિત છે. આપને જણાવી દઇએ કે, પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ માંથી એક છે. આ માટે ફેન્સ ખુબજ ઉત્સુક છે.
Published by: Margi Pandya
First published: October 23, 2020, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading