HBD: નલિની જયવંત અંતિમ સમયમાં હતા સાવ એકલાં, 3 દિવસ સુધી ઘરમાં સડી હતી લાશ

News18 Gujarati
Updated: February 18, 2021, 11:18 AM IST
HBD: નલિની જયવંત અંતિમ સમયમાં હતા સાવ એકલાં, 3 દિવસ સુધી ઘરમાં સડી હતી લાશ
PHOTO: @besttofbollywood/Instagram

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 40નાં દાયકાથી લઇ 60નાં દાયકા સુધી હિન્દી સિનેમા (Hindi Cinema) પર રારજ કરનારી એક્ટ્રેસ નલિની જયવંત (Nalini Jaywant) વિતેલાં જમાનાની જાણીતી એક્ટ્રેસ રીહ છે. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1926નાં મુંબઇમાં થયો હતો. આજે તેઓ આપણી વચ્ચે હોત (Nalini Jaywant Birthday) તો તેમની ઉંમર 95 વર્ષ હોત.

ટીનએમજમાં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તેમની અદાકારીથી લોકોનું દિલ જીતી લીધું. તે સમયનાં સુપરસ્ટાર્સ રહેલાં દિલીપ કુમાર, અશોક કુમાર, દેવ આનંદ તમામ તેમની સાથે કામ કરવાની ઇચ્છા રાખતાં

નલિની જયવંત (Nalini Jaywant)એ વર્ષ 1941માં મહબૂબ ખાનની ફિલ્મ 'બહન'થી ફિલ્મી દુનિયામાં કદમ મુક્યા હતાં. અશોક કુમારની સાથે ફિલ્મ 'સમાધિ' અને 'સંગ્રામ' કર્યા બાદ નલિનીને સૌ કોઇ ઓળખી ગયું. તેમને 'જલપરી', 'સલોની', 'કાફિલા', 'નાઝ', 'લકિરે', 'નૌબહાર', 'તૂફાન મે પ્યાર કહા', 'શેરુ' અને 'મિસ્ટર એક્સ' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

PHOTO: @besttofbollywood/Instagram


નલિનીએ વર્ષ 1952માં પ્રખ્યાત મેગેઝિન 'ફિલ્મફેર' માટે એક બ્યૂટી પોલ કર્યો હતો. આ પોલમાં નલિનીએ એક્ટ્રેસ મધુબાલાની સુંદરતાને માત આપી પહેલાં નંબર પર સ્થાન મેળવ્યું હતું. નલિનીને આમ તો કામની ક્યારેય કમી રહી ન હતી. પણ જીવનનો અંતિમ સમય એવો રહ્યો કે ન તો પરિવાર તેની સાથે હતો ન તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કોઇ.

એક્ટ્રેસનાં બે લગ્ન થયા હતાં. પહેલો પતિ ફિલ્મ નિર્દેશક વીરેન્દ્ર દેસાઇ હતો અને બીજા લગ્ન એક્ટર પ્રભુ દયાલ સાથે થયા હતાં. નલિનીએ 1945માં ડિરેક્ટર વીરેન્દ્ર દેસાઇ સાથે લગ્ન કર્યા હતાં. પણ આ લગ્ન ત્રણ વર્ષ બાદ 1948માં તુટી ગયા હતાં. જે બાદ તેણે વર્ષ 1960માં પ્રભુ દયાલ સાથે બીજા લગ્ન કર્યાં. તેમને સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે પ્રભુનું વર્ષ 2001માં નિધન થઇ ગયું.બિગ સ્ક્રિન પર ક્યારેક એકબાદ એક સુપરહિટ ફિલ્ આપનારી નલિની જયવંત તેમનાં અંતિમ સમયમાં ખુબજ ગુમનામ જીવન જીવતા હતાં. 20 ડિસેમ્બર 2010નાં નલિનીનું સંદિગ્ધ હાલતમાં મોત થઇ ગયુ હતું. કહેવાય છે કે તેમનાં મોતનાં 3 દિવસ બાદ તેમનાં નિધન અંગે માલૂમ પડ્યું હતું.
Published by: Margi Pandya
First published: February 18, 2021, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading