ભગતસિંહના જીવન પર બની ચૂકી છે 7 બોલિવૂડ ફિલ્મ, બે ફિલ્મ એક સાથે જ થઈ હતી રિલીઝ

News18 Gujarati
Updated: January 26, 2021, 8:04 AM IST
ભગતસિંહના જીવન પર બની ચૂકી છે 7 બોલિવૂડ ફિલ્મ, બે ફિલ્મ એક સાથે જ થઈ હતી રિલીઝ
ભગતસિંહની જીવન પર સાત ફિલ્મ બની.

અભિનેતા મનોજ કુમારે વર્ષ 1965માં આવેલી ફિલ્મ 'શહીદ'માં ભગતસિંહનો રોલ કરીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામને પડદા પર જીવંત કરી દીધો હતો.

  • Share this:
નવી દિલ્હી: આજે દેશ 72મો ગણતંત્ર દિવસ (Republic Day) ઉજવી રહ્યો છે. શહીદ ભગતસિંહે (Bhagat Singh) ફક્ત 23 વર્ષની ઉંમરમાં દેશ માટે કુરબાની આપી હતી. ભગતસિંહના વિચારો આજે પણ જીવંત છે. બોલિવૂડમાં સમય સમય પર એવી ફિલ્મ બનતી રહી છે જેનાથી તેમને યાદ કરી શકાય અને દેશના યુવાઓની અંદર દેશભક્તિની આગ સળગતી રહે. વર્ષ 2002માં ભગતસિંહ પર ત્રણ ફિલ્મ (Bollywood Movies on life of Bhagat Singh) રિલીઝ થઈ હતી.

અજય દેવગન (Ajay Devgan)ની મુખ્ય ભૂમિકાવાળ ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ ભગતસિહ' સાતમી જૂન, 2002ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગને ભગતસિંહનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો હતો. અજયને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

બૉબી દેઓલની '23 માર્ચ 1931 શહીદ' પણ 2002માં આવી હતી. આ ફિલ્મ સાત જૂન, 2002ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દેઓલ ભાઈઓ બૉબી અને સની બંનેએ કામ કર્યું છે. બૉબીએ ભગતસિંહનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. જ્યારે સનીએ ચંદ્રશેખર આઝાદનો રોલ કર્યો હતો. ફિલ્મને ગુડ્ડુ ધનોઆએ ડિરેક્ટર કરી હતી.

સોનૂ સુદ (Sonu Sood)ની ફિલ્મ 'શહીદ એ આઝાદ' પર 2002ના વર્ષમાં રિલીઝ થઈ હતી. જેમાં શમા સિકંદરની મુખ્ય ભૂમિકા હતી. જોકે, બોક્સ ઑફિસ પર તે વધારે કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મ લોકોને આકર્ષી શકી ન હતી.

સિદ્ધાર્થ ભગત પણ 2006માં આવેલી આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બસંતી'માં ભગતસિંહના રોલમાં જોવા મળ્યા હતા. સાઉથના સુપર સ્ટાર સિદ્ધાર્થનો આ ફિલ્મમાં 'મેરી દુલ્હન તો આઝાદી હૈ' ડોયલૉગ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો.

અભિનેતા મનોજ કુમારે વર્ષ 1965માં આવેલી ફિલ્મ 'શહીદ'માં ભગતસિંહનો રોલ કરીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામને પડદા પર જીવંત કરી દીધો હતો. ભગતસિંહના જીવન પર બનેલી આ દેશભક્તિની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કહેવામાં આવી હતી.પ્રેમ અબીદે બોલિવૂડ ફિલ્મમાં પ્રથમ વખત ભગતસિંહની ભૂમિકા નિભાવી હતી. ભગતસિંહ શહીદ થયાના 23 વર્ષ પછી 1954માં તેમના પર ફિલ્મ બની હતી. જેનું નામ હતું 'શહીદ એ આઝાદ ભગતસિંહ'. દેશ માટે હસતાં હસતાં ફાંસીએ લટકી જનારા મહાન ક્રાંતિકારી ભગતસિંહ પર બનેલી આ પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન જગદીશ ગૌતમે કર્યું હતું. આ ફિલ્મમાં પ્રેમ અબીદ સાથે જયરાજ અને સ્મૃતિ બિસ્વાસે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

શમ્મૂ કપૂરે ભગતસિંહ પર આધારિત ફિલ્મમાં કામ કર્યું હતું. ભગતસિંહ પર બનેલી પ્રથમ ફિલ્મના નવ વર્ષ બાદ શમ્મી કપૂરની 'શહીદ' ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા શમ્મી કપૂરે આઝાદીની લડવૈયાની ભૂમિકા નિભાવી હતી. જોકે, આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.
Published by: Vinod Zankhaliya
First published: January 26, 2021, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading