માલદિવ્સ ટ્રિપ બાદ વેલેન્ટાઇન ડે પર સાથે જોવા મળ્યા ઇશાન- અનન્યા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: February 15, 2021, 10:07 AM IST
માલદિવ્સ ટ્રિપ બાદ વેલેન્ટાઇન ડે પર સાથે જોવા મળ્યા ઇશાન- અનન્યા, જુઓ VIDEO
(PHOTO: Video Grab/Instagram @voompla)

અનન્યા પાંડે (Ananya Panday) અને ઇશાન ખટ્ટર (Ishaan Khattar)એ વેલેન્ટાઇન ડે (Valentine's Day) પર સાથે લંચ કરતાં નજર આવ્યાં હતાં. બંનેનાં અફેરની ખબર ઘણાં સમયથી સામે આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya panday) અને ઇશાન ખટ્ટર (Ishaan Khattar) વેલેન્ટાઇન્સ ડે (Valentine's Day) પર સાથે લંચ કરતાં નજર આવ્યાં. બંન્નાં અફેરનાં સમાચાર ઘણાં સમયથી સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં બંને સાથે રજાઓ ગાળવા માલદીવ પણ ગયા હતાં. તો શું વેલેન્ટાઇન ડે પર સાથે લંચ ડેટ (Lunch Date) પર જઇ બંને તેમનાં સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે..?

લંચ ડેટ પર અનન્યા વ્હાઇટ ડ્રેસમાં નજર આવી. તો ઇશાને વ્હાઇટ પેન્ટ્સ, બ્લૂ ટી-શર્ટ અને કેપ પહેરી હતી. બંને બાન્દ્રાનાં એક રેસ્ટોરન્ટમાં લંચ કરવાં ગયા હતાં. બંનેએ સાથે પેપરાઝીને પોઝ આપ્યો હતો. રેસ્ટોરન્ટમાં બંનેએ અવંતિકા મલિક અને તેની દીકરી ઇમારાની પણ મુલાકાત કરી હતી. શનિવારે અનન્યા અને ઇશાન સાથે કરન જોહરનાં ઘરે પાર્ટી અટેન્ડ કરવાં પણ ગયા હતાં. આ પાર્ટીમાં અનન્યાની 'લીગર' ફિલ્મનાં કો સ્ટાર અને સાઉથ સુપર સ્ટાર વિજય દેવરકોંડા પણ પહોચ્યા હતાં. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ સાથે હતાં.
View this post on Instagram


A post shared by Voompla (@voompla)


આપને જણાવી દઇએ કે, અનન્યા અને ઇશાન સાથે 'ખાલી પીલી' ફિલ્મમાં નજર આવ્યા હતાં. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમનાં અફેરની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. બંને ઘણી પાર્ટીઓમાં સાથે નજર આવે છે. અનન્યા પહેલાં ઇશાનનું નામ તેની પહેલી ફિલ્મ 'ધડક'ની કો-સ્ટાર જાહ્નવી કપૂર સાથે જોડાયું હતું જોકે બાદમાં તેમનાં બ્રેકઅપ થઇ ગયું હોવાની વાતો સામે આવી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કોરોના બાદ ફિલ્મોની શૂટિંગ ઉદયપુરમાં ફરી એક વખત શરૂ થઇ છે. સૌથી પહેલાં 'ફોનભૂત'ની શૂટિંગ ઉદયપુરમાં શરૂ થઇ. આ શૂટિંગ માટે કેટરિના કૈફ, ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી ઉદયપુર ગયા હતાં. ઉદયપુરની સુંદરતા આ ફિલ્મી કલાકારો ખુશ થઇ ગયા હતાં સૌએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં.
Published by: Margi Pandya
First published: February 15, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading