ઓસ્કાર વિનર એક્ટર ક્રિસ્ટોપર પ્લમરનું 91 વર્ષે નિધન

News18 Gujarati
Updated: February 6, 2021, 11:18 AM IST
ઓસ્કાર વિનર એક્ટર ક્રિસ્ટોપર પ્લમરનું 91 વર્ષે નિધન
એક્ટર ક્રિસ્ટોપર પ્લમરનું 91 વર્ષે નિધન

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત હોલિવૂડ એક્ટર ક્રિસ્ટોફર પ્લમર (Christopher Plummer) નથી રહ્યાં. તેણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. ક્રિસ્ટોફરનું નિધન તેનાં કનેક્ટિક સ્થિત ઘરે થયું હતું. પ્લમરનાં નિધન (Christopher Plummer Death News) બાદ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. પ્લમરનાં સાથી કલાકાર અને તેમનાં ફેન્સ સોશિયલ મીડિયા પર (Social Media) દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યાં છે. તેણે તેનાં કરિઅરમાં એક ઓસ્કર એવોર્ડ સહિત બે ટોની એવોર્ડ અને બે એમી એવોર્ડ પણ પોતાનાં નામે કર્યો ચે. પ્લમરે બેસ્ટ મ્યૂઝિક ફિલ્મ 'ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક'માં પણ કામ કર્યું છે. એવામાં તેમનાં નિધનની ખબર આવે છે તો તેમનાં ફેન્સ માયૂસ થઇ ગયા છે.

ક્રિસ્ટોફર પ્લમર (Christopher Plummer Dies)નાં નિધનની પુષ્ટિ તેમનાં એક મિત્ર અને મેનેજર લો પિટે કરી છે. તેમણે જણાવ્યું કે, ક્રિસ્ટોપરનાં અંતિમ દિવસોમાં તેમની પત્ની એલેન ટેલર તેમની સાથે હાજર હતી. પ્લમર છેલ્લાં થોડા દિવસોથી અસ્વસ્થ હતાં.
Published by: Margi Pandya
First published: February 6, 2021, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading