Hrithik Vs Kangana E-mail Case: રીતિક સ્ટેટમેન્ટ નોંધાવવાં ક્રાઇમ બ્રાન્ચ પહોચ્યો

News18 Gujarati
Updated: February 27, 2021, 2:27 PM IST
Hrithik Vs Kangana E-mail Case: રીતિક સ્ટેટમેન્ટ નોંધાવવાં ક્રાઇમ બ્રાન્ચ પહોચ્યો
રિતિક અને કંગના વિવાદ

વર્ષ 2016માં રિતિક રોશને (Hrithik Roshan) કંગના રનૌટ (Kangana Ranaut) વિરુદ્ધ FIR નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, કંગનાનાં અકાઉન્ટમાંથી 100થી વધુ ઇમેલઇ તેને કરવામાં આવ્યાં હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે રીતિક રોસનને સમન્સ બજાવ્યું છે. આજે રિતિક રોશને ઓફિસે બોલાવ્યો હતો. રીતિક ક્રાફ્ડ માર્કેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવા પહોચ્યો છે. આ કેસ કંગનાએ ઇમેલ કેસ મામલે શુક્રવારે સમન્સ બજાવ્યું હતું. રીતિકે આ સમન્સ મામલે એક્ટ્રેસને શુક્રવારે જવાબ આપ્યો હતો. 'દુનિયા ક્યાંતી ક્યાં પહોંચી ગઇ, મારો સિલી એક્સ હજુ પણ ત્યાંનો ત્યાં જ છે. એ જગ્યાએ જ્યાં તે સમય ક્યારેય પરત આવવાનો નથી.' આપને જણાવી દઇએ કે, વર્ષ 2016માં રીતિકે કંગના વિરુદ્ધ FIR કરી હતી અને કહ્યું હતું કે કંગનાના અકાઉન્ટમાંથી 100થી વધુ ઈમેલ તેને કરવામાં આવ્યા હતા.

કંગના-રીતિકનો પૂરો કેસ?- રીતિકની FIR પ્રમાણે, તેને 2013થી 2014 સુધી અનેક ઈમેલ મળ્યા હતા. ત્યારબાદ 2016માં તેણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. આ તમામ મેલ કંગનાના IDથી મોકલવામાં આવ્યા હતા. જોકે, રીતિક તરફથી આ કેસ કોઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ કેસ IPC r/w 66 C અને Dની કલમ 419 હેઠળ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે,

સીનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પત્ર લખીને ડિમાન્ડ કરી હતી કે આ કેસની તપાસમાં હજી સુધી કંઈ પ્રોસેસ થઈ નથી. ત્યારે કમિશ્નરે કેસ સાયબર સેલમાંથી CIUને ટ્રાન્સફર કરી દીધો હતો.

કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રીતિક સાથે થયેલા વિવાદ બાદ જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી. જાવેદે કહ્યું હતું કે તે રીતિકની માફી માગી લે નહીંતર સુસાઈડ કરવું પડશે. એક્ટ્રેસે કરન જોહર, જાવેદ અખ્તર તથા મહેશ ભટ્ટ જેવી અનેક હસ્તીઓને બોલિવૂડની સુસાઈડ ગેંગ કહી હતી.
Published by: Margi Pandya
First published: February 27, 2021, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading