Indian Idol 12 માં સવાઇ ભાટની ગરીબી પર કહેવામાં આવ્યું જુઠ્ઠુ, કહેવાય છે એટલો ગરીબ નથી
News18 Gujarati Updated: January 19, 2021, 11:02 AM IST
(photo credit: instagram/@sawaibhattoffficial)
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્સ્ટ્રીનાં સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલનીઆ 12મી (Indian Idol 12) સીઝન ચાલે છે. અત્યાર સુધી શોએ દેશને ઘણાં ઉત્તમ સિંગર આપ્યા છે. આ જર્ની વગર રોકાય ચાલુ જ છે. ઇન્ડિયન આઇડલ (Indian Idol)ની 12મી સિઝનમાં આવેલાં ટેલેન્ટેડ સ્પર્ધકો તેમની ગાયકીથી દર્શકોનું દિલ લૂંટી રહી છે. પણ, આ વચ્ચે સૌથી વધુ કોઇ ચર્ચામાં હોય તો તે છે સવાઇ ભાટ. સવાઇ (Sawai Bhatt) તેની શાનદાર સિંગિંગથી હાલમાં ખુબજ ચર્ચામાં છે. સૌ કોઇ તેનાં અવાજનાં કાયલ થઇ ગયા છે.
સવાઇ ભાટ અવાજની સાથે તેનાં સંઘર્ષની કહાની પણ લોકોને પ્રભાવિત કરી રહી છે. પણ હવે સવાઇનાં સંઘર્ષની કહાનીની સાથે એક મોટો વિવાદ જોડાઇ ગયો છે. ખરેખરમાં, સવાઇની કેટલીક જુની તસવીર સોશિયલ મીડિયા (Socail Media) પર વાયરલ થઇ રહી છે. જેને કારણે હવે શૉ (Indian Idol)માં તેની ગરીબીનાં દાવાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.
શોની શરૂઆતમાં સવાઇ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે, તે એક ખુબજ ગરીબ પરિવારમાંથી આવે છે. જેને કારણે સવાઇ તેનાં સિંગર બનવાનું સપનું પૂર્ણ કરવા માટે ઘણાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો- Jiah Khan ની બહેનનો સાજિદ ખાન પર આરોપ, કહ્યું- તેણે જિયાને ટૉપ અને બ્રા ઉતારવાં કહ્યું, મારી સાથે પણ...
હવે, સોશિયલ મીડિયા પર તેની કેટલીક જુની તસવીરોવાયરલ થઇ છે જેમાં સવાઇ એક લાઇવ કૉન્સર્ટમાં ગીત ગાતો નજર આવી રહ્યો છે. જે બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે, સવાઇ ભાટની આર્થિક સ્થિતિ એટલી ખરાબ નથી. જેટલો દાવો કરવામાં આવ્યો હતો. તેવામાં ન હવે ફક્ત સવાઇ પણ શોનાં મેકર્સ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
Published by:
Margi Pandya
First published:
January 19, 2021, 10:13 AM IST