VIDEO: જાહ્નવી કપૂરે સલવાર સૂટ પહેરી રમી ક્રિકેટ, માર્યા જોરદાર શોટ્સ

News18 Gujarati
Updated: January 31, 2021, 2:52 PM IST
VIDEO: જાહ્નવી કપૂરે સલવાર સૂટ પહેરી રમી ક્રિકેટ, માર્યા જોરદાર શોટ્સ
જાહ્નવી કપૂર સેટ પર રમી ક્રિકેટ

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં ચંદીગઢમાં ફિલ્મ 'ગુડ લક જેરી' (Good Luck Jerry)ની શૂટિંગ કરી રહી છે. શૂટિંગની વચ્ચે જાહ્નવીનો સમયનો સદ ઉપયોગ કર્યો અને ક્રિકેટનો લૂત્ફ ઉઠાવ્યો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) સ્ટાર્સને પણ ક્રિકેટનો ચસ્કો ખુબજ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમને બોલિવૂડ સ્ટાર્સ ઘણાં સપોર્ટ કરતાં નજર આવે છે. થોડા દિવસો પહેલાં આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) તેનાં ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિકેટ રમતો નજર આવ્યો હતો. હવે શ્રીદેવી (Shri Devi)ની લાડકી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) શૂટિંગની વચ્ચે ક્રિકેટ રમતી નજર આવી રહી છે. તેણે ક્રૂ મેમ્બર્સની સાથે સાથે ખેલનો પૂર્ણ આનંદ લીધો. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે જાહ્નવી પહેલી બોલ મિસ કરી દીધી હતી. પણ પછી બીજી ત્રીજી બોલને તે જોરદાર રીતે શોટ મારે છે. અને પછી તેની ખુશી જાહેર કરે છે. ક્રૂની સાથે જાહ્નવી ખેલનો સંપૂર્ણ આનંદ લેતી નજર આવે છે.

વીડિયોમાં જાહ્નવી કપૂર સલવાર સૂટ પહેરીને આરામથી ક્રિકેટ રમી રહી છે. જાહ્નવીનાં ફેન્સ આ વીડિયો પર ખૂબ રિએક્શન આપી રહ્યાં છે.





વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂરે ફિલ્મ 'ધડક'થી સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મમાં તેણે ઇશાન ખટ્ટરની સાથે મુખ્ય ભૂમિકા અદા કરી છે. આ બાદ તેણે OTT પર 'ઘોસ્ટ સ્ટોરી' (Ghost Story)માં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. તેનાં કામથી તેણે દર્શકોનું દિલ જીત્યું હતું. એક્ટ્રેસ આખરી વખત ફિલ્મ 'ગુંજન સક્સેના' (Gunjan Saxena)માં નજર આવી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસ ભારતની પહેલી મહિલા પાયલટનો રોલ અદા કર્યો હતો. ફિલ્મમાં જાહ્નવીનો રોલ લોકોને ખુબજ પસંદ આવ્યો હતો. આ ઉપરાંત એક્ટ્રેસ જલ્દી જ કરણ જૌહરની ફિલ્મ 'તખ્ત'માં નજર આવશે. આ સાથે જ તે 'દોસ્તાના 2' અને 'રુહી અફઝાના'માં નજર આવશે.
Published by: Margi Pandya
First published: January 31, 2021, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading