કંગના રનૌટ- સ્વરા ભાસ્કરમાં હવે 'આઇટમ નંબર' પર ચર્ચા, ટ્વિટર પર જામી જંગ
News18 Gujarati Updated: February 23, 2021, 10:39 AM IST
કંગના રનૌટ અને સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર (Swara Bhasker) એ ફિલ્મ 'રજ્જો'માં કંગના રનૌટ (Kangana Ranaut)નાં એક ડાન્સ નંબરવાળો વીડિયો પોસ્ટ કર્યો અને તેનાં પર કટાક્ષ કર્યું છે. તેનાંથી કંગના ભડકી છે અને તેણે પ્રતિક્રિયા આપી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્વરા ભાસ્કર (Swara Bhasker)એ 2013માં આવેલી ફિલ્મ 'રજ્જો'માં કંગના રનૌટ (Kangana Ranaut)એ ડાન્સ નંબરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેનાં પર હવે કંગના રનૌટને પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ફિલ્મોમાં આઇટમ નંબર કરવા માટે એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને કેટરિના કૈફ (Katrina Kaif) પર હુમલો કર્યો હતો. જેનો જવાબ આપતાં સ્વરા ભાસ્કરએ પોસ્ટ કરી છે.
હાલમાં કંગનાએ કહ્યું હતું કે, તે સ્ક્રીન પર આઇટમ નંબર કરવાની ના પાડી દે છે. કંગના સહિત ઘણાં લોકોએ તેમની ટ્વિટમાં કહ્યું કે, 'રજ્જો'માં કંગનાનું આઇટમ સોંગ ન હતું. કારણ કે, કંગના ફિલ્મમાં એક બાર ડાન્સરનો રોલ અદા કરતી હતી. અને આ સોન્ગ તેની કહાનીનો એક હિસ્સો હતું.

(PHOTO:Twitter/Swara Bhaskar)
જે બાદ કંગના રનૌટે સ્વરા ભાસ્કર પર હુમલો કર્યો અને બોલી કે, તેણે એક ન્યૂઝ રિપોર્ટને તેની ટ્વિટમાં શામેલ કરતાં લખ્યું હતું કે, 'જ્યારે પણ હું એ લિસ્ટર એક્ટ્રેસ પર સવાલ ઉઠાવું છુ ત્યારે B લિસ્ટર કલાકાર સિપાહી બનીને તેમનો બચાવ કરવાં આવી જાય છે. આઇટમ નંબર એક એવો ડાન્સ નંબર છે જેને ફિલ્મની કહાની સાથે કોઇ લેવા દેવા નથી. જે મહિલાઓ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. અહીં સુધી કે મે જ્યારે પણ એક નટખટ યુવતીનો રોલ અદા કર્યો છે તો મે સુનિશ્ચિત કર્યું છે કે, મહિલા માટે તે અપમાનજનક ન હોય. '

(PHOTO:Twitter/Swara Bhaskar)
કંગના રનૌટે તેની એક ટ્વિટમાં કહ્યું કે, 'આ બી ગ્રેડ સ્ટાર નહીં સમજે.. પણ મે સંજય લીલા ભંણસાલી અને ફરાહ ખાનને આઇટમ નંબર માટે ના પાડી હતી. જેમણે એ લિસ્ટનાં સ્ટાર્સને ઓવરનાઇટ સેન્સેશન બનાવી દીધા હતાં. મે અહીં સુધી પહોંચવા માટે ઘણું બધુ દાવ પર લગાવ્યું છે.'ગત અઠવાડિયે, કંગનાએ તેને 'નાચવા ગાવા વાળી' કહેનારા કોંગ્રેસ નેતાને આડે હાથે લીધા હતાં અને લખ્યું હતું કે, 'આ મુરખે જે પણ કંઇ કહ્યું ચએ તે નથી જાણતો કે હું કંઇ દીપિકા, કેટરીના કે આલિયા નથી.. ફ્કત હું જ એક છુ જેણે આઇટમ નંબર કરવાની ના પાડી હતી. મોટા હીરો (ખાન/કુમાર) સાથે ફિલ્મ કરવાની ના પાડી છે. જેનાંથી સમગ્ર બોલિવૂડ ગ્રુપ મારા વિરોધમાં થઇ ગયુ છે. હું એક રાજપૂત મહિલા છું. હું ડરતી નથી. હાડકા તોડી દઉ છું.'
સ્વરાએ રાજનેતાની ટિપ્પણીને ખોટી ગણાવી છે અને નિંદા કરતાં તેણે લખ્યું છે કે, 'મૂરખ, કામૂક કહ્યું હતું, પણ કંગનાએ તેને વધુ ખરાબ બનાવી દીધી.'
Published by:
Margi Pandya
First published:
February 23, 2021, 10:38 AM IST