કંગના રનૌટે કર્યા ભગવાન જગન્નાથનાં દર્શન, કડક સુરક્ષા વચ્ચે પહોંચી એક્ટ્રેસ
News18 Gujarati Updated: February 19, 2021, 3:35 PM IST
(PHOTO: Kangana Ranaut/lnstagram)
કહેવાય છે કે, ગત ગુરુવારે સાંજે તે ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચી હતી. ભગવાનનાં દર્શન બાદ તેણે મીડયાને કહ્યું કે, વર્ષની શરૂઆતમાં મહાપ્રભુનાં દર્શન થયા છે. તેથી તેને લાગે છે કે આ વર્ષ તેનાં માટે ઘણું શુભ રહેશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં તેની આવનારી ફિલ્મોમાં ઘણી વયસ્ત છે. જોકે, કામમાંથી સમય કાઢીને તે ઓડિશાનાં પુરી જગન્નાથ મંદીર પહોંચી ગઇ છે. કંગનાએ તેની આ મુલાકાતની કેટલીક તસવીરો અને એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના રનૌટ વાય કેટેગરીની સુરક્ષાથી ઘેરાયેલી નજર આવી રહી છે. અહીં પહોંચી તેણે ભગવાન શ્રીકૃષ્ણ તેમનાં ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની પ્રતિમાઓનાં દર્શન કર્યા હતાં. આ દરમિયાન તે ગોલ્ડન વર્કવાળા વ્હાઇટ સૂટમાં નજર આવી હત. જેમાં તે ઘણી સુંદર લાગતી હતી.
વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું છે કે, 'અમે હમેશા કૃષ્ણને રાધા કે રુક્મણિની સાથે જોયા છે. પણ પુરી જગન્નાથમાં ભગવાન કૃષ્ણ તેમનાં ભાઇ બહેન બલરામ અને સુભદ્રા (અર્જુનની પત્ની, અભિમન્યુની માતા)ની સાથે વિરાજમાન છે. તેમનાં હ્રદયનાં ચક્રથી નીકળતી ઉર્જાથી ચાલતા સંપૂર્ણ સ્થાનમાં સ્વાસ્થ્યપ્રદ અને સુખદાયક મિઠાસનો અહસાસ થાય છે.'
કહેવાય છે કે, ગત ગુરુવારે સાંજે તે ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચી હતી. ભગવાનનાં દર્શન બાદ તેણે મીડયાને કહ્યું કે, વર્ષી શરૂઆતમાં મહાપ્રભુનાં દર્શન થયા છે. તેથી તેને લાગે છે કે આ વર્ષ તેનાં માટે ઘણું શુભ રહેશે. આમ જોઇએ તો કંગના માટે આ વર્ષ ઘણું જ સારુ રહ્યું છે. આ વર્ષ ખરેખરમાં સારુ સાબિત થતું નજર આવી રહ્યું છે. આ વર્ષે તેની બેક ટૂ બેક ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયર છે.
જ્યાં એક તરફ તેની ફિલ્મ 'ધાકડ' દિવાળીનાં સમયે રિલીઝ થવાની છે. જેમાં તે એક ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકામાં નજર આવશે. ત્યાં તમિલનાડુનાં પૂર્વ મુખ્ય મંત્રી જયલલિતાનાં જીવન પર આધારિત ફિલ્મ 'થલાઇવી' આ વર્ષે જ રિલીઝ થશે. તે બાદ કંગના ફિલ્મ 'તેજસ'ની તૈયારીઓમાં લાગી છે. સાથે જ તેની ફિલ્મ મણિકર્ણિકા 2ની પણ જાહેરાત થઇ ગઇ છે. આ ઉપરાંત તે ઇંદિરા ગાંધીની બાયોપિકમાં નજર આવશે.
Published by:
Margi Pandya
First published:
February 19, 2021, 3:35 PM IST