VIRAL VIDEO: ફોટોગ્રાફર્સ સાથે KAPIL SHARMAએ મુંબઇ એરપોર્ટ પર કરી ગાળાગાળી
News18 Gujarati Updated: February 23, 2021, 10:13 AM IST
PHOTO: Video Grab
આ પહેલી વખત નથી જ્યારે કપિલ શર્મા (Kapil Sharma) તેનાં ગુસ્સા અને ખરાબ વર્તનને કારણે ચર્ચામાં આવ્યો હોય. આ પહેલાં તે આખી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ટ્રિપ પર જતો હતો તે સમયે તેનો પ્લેનમાં ઝઘડો થયો હતો. જે બાદ સુનીલ ગ્રોવર, અલી અસગર સહિત કપિલની આખી ટીમે તેનાંથી મો ફેરવી લીધુ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા (Kapil Sharma) સોમવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો હતો આ સમયે તે વ્હીલચેર પર નજર આવ્યો હતો. એવામાં કપિલ શર્માને જોઇને ફેન્સ હેરાન થઇ ગયા હતાં અને તેની ચિંતા કરતાં હતાં. પણ આ વીડિયો સામે આવ્યા બાદ સૌ કોઇ કપિલ પર ગુસ્સો જાહેર કરી રહ્યાાં છે. એરપોર્થી બહાર આવતા સમયે કપિલ શર્મા અને તેનાં બોડી ગાર્ડે ફોટોગ્રાફર્સ સાથે ગેરવર્તન કર્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પેપરાઝી વીરેન્દર ચાવલાએ કપિલ શર્માનો આ વીડિયો શેર કરી એરપોર્ટની આખી ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે. વીરેન્દ્ર ચાવલાએ તેની પોસ્ટમાં લખ્યું છે , જ્યારે અમે કપિલનો ફોટ લેવાં આગળ વધ્યા તો તેનાં બોડીગાર્ડે અમને ધક્કો માર્યો. ફોટોગ્રાફર્સને કહ્યું કે, તેણે કપિલ સાથે વાત કરવી છે. તો કપિલે પોતે ફોટોગ્રાફર્સને દૂર જવાં કહ્યું અને 'ઉલ્લૂ કા પઠ્ઠા' કહ્યું. આ વીડિયો અને તેની ટ્વિટ પણ ઘણી જ વાયરલ થઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, આ પહેલી વખત નથી જ્યારે કપિલ શર્મા તેનાં ગુસ્સા અને ખરાબ વર્તનને કારણે ચર્ચામાં આવ્યો હોય. આ પહેલાં તે આખી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ટ્રિપ પર જતો હતો તે સમયે તેનો પ્લેનમાં ઝઘડો થયો હતો. જે બાદ સુનીલ ગ્રોવર, અલી અસગર સહિત કપિલની આખી ટીમે તેનાંથી મો ફેરવી લીધુ છે. આ ઉપરાંત કપિલ શર્માએ એક મીડિયા રિપોર્ટરને ગાળો આપ્યાનો વીડિયો અને તેની ટ્વિટ્સ પણ ઘણી વાયરલ થઇ ચૂકી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્માનાં શો ' ધ કપિલ શર્મા' થોડા સમયથી બ્રેક પર છે. તેનો ટીવી શો હાલમાં ટેલિકાસ્ટ નથી થઇ રહ્યો. કપિલે ફેન્સને શો બંધ થવાનું કારણ જણાવ્યું હતું કે, તેની પત્ની ગિન્ની બીજી વખત માતા બનવાની છે એટલે તેણે થોડા સમયનો બ્રેક લીધો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ દ્વારા આ વાત કરી છે. આપને જણાવી દઇએ કે, ગિન્નીએ 4 ફેબ્રુઆરી 2021માં જ દીકરાને જન્મ આપ્યો છે.
Published by:
Margi Pandya
First published:
February 23, 2021, 9:31 AM IST