'ઘ કપિલ શર્મા' શો થાય છે થોડા સમય માટે બંધ, બીજા બાળકનાં આગમન માટે લીધો બ્રેક

News18 Gujarati
Updated: January 29, 2021, 12:27 PM IST
'ઘ કપિલ શર્મા' શો થાય છે થોડા સમય માટે બંધ,  બીજા બાળકનાં આગમન માટે લીધો બ્રેક
કપિલ શર્મા શો થાય છે થોડા સમય માટે બંધ

પોપ્યુલર કોમેડિયન એક્ટર કપિલ શર્મા ગુરુવારે આ વાત કન્ફર્મ કરી કે, થોડા સમય માટે ધ કપિલ શર્મા શોમાંથી બ્રેક લઇ રહ્યો છે. તે પરિવાર અને પત્ની ગીની ચતરથની સાથે સમય વિતાવશે. ગીની બીજી વખત ગર્ભવતી છે અને ટુંક સમયમાં બીજા બાળકને જન્મ આપશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમિક એક્ટર કપિલ શર્માએ ગુરુવારે કન્ફર્મ કર્યું કે, તેની ટીવી સિરીઝ 'ધ કપિલ શર્મા શો' થોડા સમય માટે નાનકડાં બ્રેક લઇ રહ્યો છે. કારણ કે તેને તેનાં પરિવાર સાથે સમય વિતાવવો છે. તેની પત્ની ગીની ચતરથ બીજી વખત ગર્ભવતી છે. અને હવે ગમે ત્યારે તેનાં બીજા બાળકને જન્મ આપી શકે છે. તે આ સમય તેનાં પરિવાર સાથે વિતાવવાં માંગે છે.

શોની સેકેન્ડ સિઝન થોડા ક્રિએટિવ ચેન્જીસ સાથે ફરી ઓનએર કરવામાં આવશે. ટ્વિટર પર સવાલ જવાબની સિઝન દરમિયાન જ્યારે એક ફેને સવાલ કર્યો કે, તે આ શો કેમ ઓફ એર થઇ રહ્યો છે. ત્યારે કપિલે જણાવ્યું હતું કે, તે તેનાં પરિવારની સાથે સમય વિતાવવાં ઇચ્છે છે.

આપને જણાવી દઇએ કે, મારે હાલમાં પરિવાર સાથે રહેવાની જરૂર છે. મારી પત્ની સાથે બીજા બાળકનું આગમન કરવાનું છે. આપને જણાવી દઇએ કે, કપિલ અને ગીન્નીનાં વર્ષ 2018માં લગ્ન થયા હતાં અને વર્ષ 2019માં તેમની પહેલી દીકરી અનાયરાનો જન્મ થયો હતો. અને 2021માં તેમનાં બીજા બાળકનું આગમન થશે.

આ શોની સ્ટાર કાસ્ટ ભારતી સિંધ, સુમોના ચક્રવર્તી, કૃષણા અભિષેક અને કિકુ શારદા પણ શોનાં ભાગ છે અને તેઓ પણ શોનાં નાનકડા બ્રેક પર જવાની વાત કન્ફર્મ કરી છે.

કપિલ શર્મા સોની લીવનાં પ્રોજેક્ટ 'દાદી કી શાદી'માં કામ કરી રહ્યો છે. જ્યારે સીરિઝની કાસ્ટ અંગે સવાલ કરવામાં આવ્યો તો કપિલે કહ્યું કે, મને તેની સ્ટાર કાસ્ટ અંગે કંઇ જ માહિતી નથી. પણ આ શો ઉપરાંત કપિલ શર્મા નેટફ્લિક્સનાં એક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યો છે. જે કોમેડી સ્પેશલ છે. અને 2021માં 190 દેશોમાં જોવા મળશે.
Published by: Margi Pandya
First published: January 29, 2021, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading