બીજા બાળકનાં જન્મ પર ટ્રોલ થયો કપિલ શર્મા, લોકોએ કહ્યું- આટલી ઉતાવળ કેમ હતી?

News18 Gujarati
Updated: February 1, 2021, 6:08 PM IST
બીજા બાળકનાં જન્મ પર ટ્રોલ થયો કપિલ શર્મા, લોકોએ કહ્યું- આટલી ઉતાવળ કેમ હતી?
કપિલ શર્મા થયો ટ્રોલ

કપિલ શર્મા (Kapil Sharma) બીજી વખત પિતા બનવા પર તેમનાં ફેન્સે વધામણા આપ્યા છે તો કેટલાંક લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. ઘણાં યૂઝ્સ કપિલ શર્માને પૂછી રહ્યાં છે કે, આખરે તેને બીજા બાળકને જન્મની આટલી ઉતાવળ કેમ હતી?

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) બીજી વખત પિતા બની ગયો છે. તેની પત્ની ગિન્ની ચતરથે આજે દીકરાએ જન્મ આપ્યો છે. કપિલ શર્માએ તેનાં ફેન્સની સાથે સોશિયલ મીડિયા (Social Media) પર દીકરાનાં જન્મની ખુશી વ્યક્ત કરી છે. કપિલ શર્માએ ટ્વિટ દ્વારા તેનાં ફેન્સને બીજા બાળકનાં જન્મનાં સમાચાર આપ્યા છે. અને ફેન્સને તેમની શુભકામનાઓ માટે આભાર માન્યો છે. કપિલે તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'નમસ્કાર, આજે સવારે ભગવાનનાં આશીર્વાદથી અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે. આફ સૌનો પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના માટે ધન્યવાદ.'

કપિલ શર્માને બીજી વખત પિતા બનવા પર તેનાં ફેન્સ તેને વધામણાં આપી રહ્યાં છે, ત્યાં કેટલાંક લોકો તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. ઘણાં યૂઝર્સ કપિલ શર્માને પુછી રહ્યાં છે કે, આખરે તેને બીજા બાળકનાં પિતા બનવામાં આટલી ઉતાવળ કેમ હતી. ડિસેમ્બર 2019માં જ કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે પહેલાં દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો અને હવે 2021ની શરૂઆતમાં તેણે તેનાં બીજા બાળકને જન્મ આપ્યો છે. એવામાં એક યૂઝરે લખ્યું કે, 'બાળકનાં જન્મની વચ્ચે કોઇ અંતર નથી? આ યોગ્ય નથી.'એક યૂઝરે લખ્યું કે, 'આ બહુ ઉતાવળ હતી. તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.' તો અન્ય એકે લખ્યું કે, ' ઓ ભાઇજી, ગજબની સ્પીડમાં છો, એક બાદ એક પ્રોડક્સન ચાલૂ છે, વગર રોકાય'

કપિલે 2018માં ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતાં. જે બાદ 2019માં કપિલ શર્માનાં ઘરે દકરીનો જન્મ થયો અને હવે ગિન્નીએ તેનાં બીજા બાળકને જન્મ આપ્યો છે. એવામાં હવે કપિલ શર્માએ જ્યા દીકરાને જન્મ આપ્યો છે તો તેને વધામણાં મળી રહ્યાં છે. અને કેટલાંક ટ્રોલ પણ કરી રહ્યાં છે.
Published by: Margi Pandya
First published: February 1, 2021, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading