કરીના કપૂર અને સૈફ અલી ખાનને ત્યાં આવ્યો બીજો દીકરો, સવારે 8.30 વાગ્યે થયો બાળકનો જન્મ
News18 Gujarati Updated: February 21, 2021, 6:24 PM IST
કરીના કપૂર ખાન, એક્ટ્રેસ
કરીના (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાને (Saif Ali Khan) ઓગસ્ટ 2020માં કરીનાની પ્રેગ્નેન્સી અંગે જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, કરીના બીજી વખત ગર્ભવતી છે.
-એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાનને (Saif Ali Khan) ત્યાં બીજા બાળકનો જન્મ થયો છે. કરિના બીજી વખત માતા બની ગઇ છે. અને તેણે દીકરાને જન્મ આપ્યો છે. આજે સવારે 21 ફેબ્રુઆરીએ 8.30 વાગ્યે કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો છે. બેબોને ગત સાંજે મુંબઇની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં (Bridge Candy Hospital ) દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજ હોસ્પિટલમાં અનુષ્કાની ડિલીવરી થઇ હતી અહીં જ વામિકાનો પણ જન્મ થયો હતો. કરીના અને બાળક બંનેની તબિયત સારી છે. કરીનાની ડિલિવરી ડોક્ટર રુસ્તમ સોનાવાલાએ કરાવી હતી.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને (Kareena Kapoor Khan and Saif Ali Khan) ઓગસ્ટ 2020માં કરીનાની પ્રેગ્નેન્સી અંગે જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, કરીના બીજી વખત ગર્ભવતી છે. આ પહેલાં કરિનાએ વર્ષ 2016માં તેનાં પહેલા બાળક તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો.
હજુ સુધી કરીના કપૂર ખાન કે સૈફ અલી ખાન અને તેમનાં પરિવાર તરફથી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
બીજા બાળકનાં આગમન પહેલાં જ કરીના નવાં ઘરમાં શિફ્ટ થઇ છે. આ નવાં ઘરમાં લાઇબ્રેરી, સુંદર ટેરેસ, સ્વિમિંગ પૂલ, નાના બાળક માટે ખાસ નર્સરી છે. જ્યાં તૈમૂર અને તેનો ભાઇ આરામથી રમી શકે.
તો કરીના પણ તેની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન છેલ્લે સુધી કામ કરતી હતી. અને તે છેક સુધી એક્ટિવ હતી. તેનું કહેવું હતું કે, જો માતા એક્ટિવ રહેશે તો આવનારું બાળક પણ હેલ્ધી અને એક્ટિવ રહે છે.
Published by:
Margi Pandya
First published:
February 21, 2021, 11:15 AM IST