જ્યોતિષોની ભવિષ્યવાણી ખોટી પડી, તૈમૂરને આવ્યો નાનો ભાઇ

News18 Gujarati
Updated: February 21, 2021, 1:38 PM IST
જ્યોતિષોની ભવિષ્યવાણી ખોટી પડી, તૈમૂરને આવ્યો નાનો ભાઇ
કરીના કપૂર ખાનને ત્યાં આવ્યો બીજો દીકરો

કરીના કપૂર ખાનની ડિલીવીરી (Kareena Kapoor Khan Delivery)ની ખબર આવ્યા બાદ ફેન્સ વધામણા આપી રહ્યાં છે. પણ હાલમાં જ્યોતિષીઓએ (Astrologer)એ ભવિષ્યવાણી કરી હતી તે ખોટી પડી છે. કારણકે તેમણે જણાવ્યું હતું કે, કરીનાને દીકરી આવશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 21 ફેબ્રુઆરીની સવારે બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) માટે ખુબજ ખાસ છે. જે દિવસનો બેબોને ઇન્તેઝાર હતો તે ઘડી આવી ગઇ છે. કરીના અને સૈફનાં ઘરે બીજા બાળકનો જન્ થઇ ગયો છે. મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક્ટ્રેસની ડિલીવરી (Kareena Kapoor blessed with baby boy) આજે સવારે થઇ. તેણે બીજા બાળકને જન્મ આપ્યો છે. આ ખબર બાદ કપૂર પરિવાર અને પટૌડી પરિવારની સાથે કરીનાનાં ચાહકો પણ ખુબજ ખુશ છે.

કરીના કપૂર ખાનની ડિલીવરી (Kareena Kapoor Khan Delivery)ની ખબર આવ્યા બાદ તેનાં ફેન્સ વધામણા આપી રહ્યાં છે. ડિલીવરી પહેલાં જ તેનાં બાળક માટે ગિફ્ટ્સ આવવાની શરૂ થઇ ગઇ હતી. ફે્નસ પણ તેનાં આવનારા બાળક માટે વાતો કરવાં લાગ્યા હતાં. તો એક જ્યોતિષ (Astrologer)એ ભવિષ્યવાણી કરી હતી કે કરીનાને ત્યા દીકરી આવશે. પણ તેમની ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ.

આ પણ વાંચો- કરીના કપૂર અને સૈફ અલી ખાનને ત્યાં આવ્યો બીજો દીકરો, સવારે 8.30 વાગ્યે થયો બાળકનો જન્મ

ખરેખરમાં ગત દિવસોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં આવનારા મેહમાન માટે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે તેમને દીકરી આવશે તે ભવિષ્યવાણી સાચી ઠરી હતી. જે બાદ તે જ જ્યોતિષીએ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને ત્યાં આવનારા બાળક માટે ભવિષ્યવાણી કરી હતી કે કરીનાને ત્યાં દીકરી આવશે. પણ તૈમૂરને ત્યાં નાનો ભાઇ આવ્યો અને જ્યોતિષીની ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ.

સેલિબ્રિટીઝ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોસ્ટ મુકી, કરીના કપૂરે સવારે દીકારન જન્મ આપ્યો છે. કપૂર પરિવારે હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરી હનથી. ફેન્સને કરીના-સૈફ તરફથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટની ઇન્તેઝાર છે.

આપને જણાવી દઇએ કે, ડિલીવરી પહેલાં તેનાં ઘરે ફેન્સ પિંક અને બ્લૂ કલરમાં પેકિંગ વાળી ગૂડીઝ મોકલી હતી. કરીનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી.
Published by: Margi Pandya
First published: February 21, 2021, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading