કરીના કપૂર ખાન તેનાં બીજા દીકરાને ખાસ રીતે ઇન્ટ્રોડ્યુસ, તૈયારી જોર પર
News18 Gujarati Updated: February 28, 2021, 1:09 PM IST
@Kareenakapoorkhan/Instagram
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હોસ્પિટલથી ઘરે આવી ગઇ છે. એવામાં હવે જ્યારે તેને અને તેનાં ન્યૂલ બોર્ન બેબીને મળવાં મેહમાન ઘરે આવી રહ્યાં છે, પણ ફેન્સને હજુ સુધી સૈફીનાનાં દીકરાનાં દીદાર થયા નથી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ ઘરે ફરી એક વખત કિલકારીઓ ગૂંજી છે. 21 ફેબ્રુઆરીનાં તેણે તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)નાં ભાઇને જન્મ આપ્યો છે. હવે કરીનાનાં બીજા બાળકની ઝલક જોવા બેકરાર છે. કોરોના મામલે એક વખત ફરી વધી રહ્યાં છે. એવામાં સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કપીના તેનાં ન્યૂલી બોર્ન પ્રિન્સને ખાસ રીતે ઇન્ટ્રોડ્યૂસ કરવાં જઇ રહ્યાં છે.
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હોસ્પિટલથી ઘરે આવી ગઇ છે. તેણે તેનાં ન્યૂલી બોર્ન બેબીને મળનારા મેહમાન ઘરે આવી રહ્યાં છે. પણ ફેન્સ હજુ સુધી સૈફીનાનાં દીકરાને જોઇ નથી શકતા. તાજા રિપોર્ટ્સ મુજબ, કોરોના કાળમાં કરિના અને સૈફ તેમનાં નાનકડાં બાળકને લઇને ઘણાં સતર્ક છે. અને બીજા બાળકને વર્ચ્યુઅલ ઇન્ટ્રોડ્યૂસ કરવાની તૈયારીમાં છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તૈમૂર બાદ સૈફીના તેમનાં બીજા બાળકને ખાસ રીતે વર્ચ્યુઅલ ઇન્ટ્રોડક્શન આપશે. કરીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ દ્વારા બીજા બાળકની પહેલી ઝલક બતાવી શકે છે.
ગત વર્ષે જ કરીના કપૂર ખાને તેનું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે. જ્યાં તે તેની પર્સનલ લાઇફને ઘણી સારી રીતે શેર કરતી રહે છે. જેનાં પર ફેન્સ પર ઘણો પ્રેમ વરસાવે છે. એવામાં જો કરીના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને તેનાં દીકરાની ઝલક ફેન્સને બતાવી રહી છે.
કરીનાને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. અને તે તેનાં ઘરે પણ આવી ગઇ છે. પણ દાદી શર્મિલા હજુ સુધી પૌત્રનો ચહેરો જોવા નથી આવી. તે દિલ્હી છે અને ટૂંક સમયમાં તે મુંબઇ આવશે અને પછી દીકરાને મળશે.
આપને જણાવી દઇએ કે, સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવાની છે. આ પહેલાં અમૃતા અને સૈફને બે બાળકો સારા અને ઇબ્રાહિમ છે. જ્યારે કરીનાથી સૈફને તૈમૂર અને હવે બીજો દીકરો છે.
Published by:
Margi Pandya
First published:
February 28, 2021, 1:09 PM IST