કરીનાની 'ઇન્સ્ટાગ્રામ Vs રિયાલિટી' પોસ્ટ ફેન્સને આવી રહી છે પસંદ, VIRAL થઇ તસવીર

News18 Gujarati
Updated: February 2, 2021, 1:19 PM IST
કરીનાની 'ઇન્સ્ટાગ્રામ Vs રિયાલિટી' પોસ્ટ ફેન્સને આવી રહી છે પસંદ, VIRAL થઇ તસવીર
(PHOTO:Instagram @kareenakapoorkhan)

હવે ફેન્સ એ જાણે છે કે, કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની કાફ્તાન પહેરવું ખૂબ જ પસંદ છે. તેણે કાફ્તાન સીરિઝની ઘણી ફોટોઝ ઇન્સટાગ્રામ પર શેર કરી છે. ફેન્સની વચ્ચે તેની ઇન્સ્ટાગ્રામ વર્સેઝ રિયાલિટી પોસ્ટ ચર્ચિત થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેનો અલગ અવતાર ફેન્સ પસંદ કરી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બીજી વખત મા બનવાની તૈયારી કરી રહેલી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ ઇન્સ્ટાગ્રામ પર કાફ્તાન સીરિઝ (Kaftan Series) ની વધુ એક તસવીર શેર કરી છે. આ વાત સૌ કોઇ જાણે છે કે, કરીનાને કાફ્તાન પહેરવાં ખુબજ પસંદ છે. વિકેન્ડ પર તેણે તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા (Amrita Arora)નો જન્મ દિવસ ઉજવ્યો હતો. જે બાદ કરીના ગત સોમવારે ઘણી કૂલ નજર આવી. તેણે સોમવારે સૌને ચૌકાવતી ઇન્સ્ટાગ્રામ પર 'ઇન્સ્ટાગ્રામ વર્સેસ રિયાલિટી' પોસ્ટ શેર કરી છે. કરીનાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આપ તેને કાફ્તાન પહેરી સ્ટાઇલમાં પાઉટ કરતી નજર આવે છે.

સત્ય એ છે કે, કરીનાને કાફ્તાન પહેરવું ખુબજ પસંદ છે. અને તેને પાઉટ બનાવી અસલ જીવન અને ઇન્સ્ટાગ્રામની વચ્ચે ફરક મિટાવવાં ઇચ્છે છે. સોશિયલ મીડિયામાં આ તેનો અસલી અવતાર છે. તેણે તેની ઘણી તસવીરો ની કેપ્શનમાં લખ્યું છે 'ઇન્સ્ટાગ્રામ વર્સેઝ રિયાલિટી. કાફ્તાન પહેરી અને પાઉટ બનાવવું હમેશા ચાલૂ છે. તેનાંથી કોઇ ફરક પડતો નથી. સીન શું છે.' તેન આ કમેનટથી સમજી શકાય છે કે આવી પોસ્ટ કેમ તેણે કરી છે.

(PHOTO:Instagram @kareenakapoorkhan)


આ પહેલાં તેણે અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીની ફોટો શેર કરી હતી. તેમાં તેણે કાફ્તાન પહેરેલું હતું. રવિવારનાં થયેલી આ બર્થ ડે પાર્ટીમાં તેનાં સીવાય કરીશ્મા કપૂર (Karishma Kapoor), મલાઇકા અરોરા (Malaika Arora), નતાશા પૂનાવાલા, મહીપ કપૂર અને સીમા ખાન હાજર હતાં. આ ફોટોમાં તમામ ફેશનેસ્ટા હતી. અન તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેનાં કરીનાએ સિલ્કનું કાફ્તાન પહેર્યું હતું.

(PHOTO:Instagram @kareenakapoorkhan)


હાલમાં કરીના અને સૈફ તેમનાં બીજા બાળકનો ઇન્તેઝાર કરી રહ્યાં છે. દીકરા તૈમૂરને ત્યાં નાનો ભાઇ કે બહેન આવવાનો છે. બીજા બાળકની તૈયારીઓ તેઓએ કરી લીધી છે. હાલમાં કરીનાએ દરેક મામલે તેનો સાથ આપવા બદલ પતિ સૈફ અલી ખાનનો આભાર માન્યો છે. કરીના પ્રેગ્નેન્સીમાં પણ કામ કરતી હતી. એટલું જ નહીં કરિના પ્રેગ્નેન્સી પર એક બૂક પણ લખવાની છે. જેનૂ ટાઇટલ હશે. 'Kareena Kapoor Khan's Pregnancy Bible' કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ. જેમાં તે મા બનનારી મહિલાઓને ગાઇડ કરતી નજર આવશે.
Published by: Margi Pandya
First published: February 2, 2021, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading