કાકા રાજીવની યાદમાં કરીનાએ શેર કરી જૂની તસવીર, લખ્યું- 'તૂટી ગઇ છુ પણ...'

News18 Gujarati
Updated: February 10, 2021, 1:03 AM IST
કાકા રાજીવની યાદમાં કરીનાએ શેર કરી જૂની તસવીર, લખ્યું- 'તૂટી ગઇ છુ પણ...'
કરિના છે દુખી

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નાં કાકા રાજીવ કપૂર (Rajiv Kapoor)નું હાર્ટએટેકથી નિધન તઇ ગયુ છે જેનાંથી સંપૂર્ણ બોલિવૂડ શોકમાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કપૂર (Raj Kapoor)નાં સૌથી નાના દીકરા રાજીવ કપૂર (Rajiv Kapoor)નું અચાનક નિધન થવાથી બોલિવૂડ શોકગ્રસ્ત થઇ ગયું છે કરીના કપૂર (Kareena Kapoor Khan) નાં પિતા રણધીર કપૂરે સૌથી પહેલાં ભાઇનાં નિધનની ખબર સૌની સાથે શેર કરી હતી. ગત વર્ષે જ તેમનાં વચલા ભાઇ રિશિ કપૂર (Rishi Kapoor)નું કેન્સરથી નિધન થઇ ગયુ હતું. પરિવાર હજુ આ ગમમાંથી બહાર જ આવ્યો હતો કે અચાનક જ રાજીવ કપૂરનાં નિધનનાં સમાચાર આવ્યાં અને પરિવાર ફરી ગમગીન થઇ ગયો છે. હાલમાં કરીના કપૂર ખાન પણ ખુબજ દુખી છે. સૌથી નાના કાકાનાં નિધનથી તે તુટી ગઇ છે તેણે એક જુની તસવીર શેર કરી છે. જેમાં રાજીવ તેમનાં ભાઇઓ અને પિતાની સાથે ઉભેલાં નજર આવે છે.

કરીનાએ આ ફોટોની કેપ્શમાં લખ્યું છે, 'તૂટી ગઇ છું પણ મજબૂત છું.' રાજીવ કપૂરનાં જવાથી અન્ય લોકોની સાથે સાથે કરીના પણ ઘણી જ દુખી છે. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થઇ ગયુ હતું. કરીનાનાં પિતા રણધીર કપૂર તેમનાં ભાઇનાં જવાથી ખુબજ તુટી ગયા છે. સાત મહિના પહેલાં તેમણે તેમનાં વચલા ભાઇ રિશિ કપૂરને ગુમાવ્યા હતાં. તે કેન્સરથી ઝઝૂમી રહ્યાં હતાં. અને મુંબઇની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

આપને જણાવી દઇએ કે, કરીના કપૂર જલદી જ તેનાં બીજા બાળકને જન્મ આપી શકે છે.. એવામાં તેણે વધુ તાણ ન લેવાની સલાહ આપવામાં આવી છે. તે તેની પ્રેગ્નેન્સીનો નવમાં મહિનામાં છે. કરીના આ મહિનામાં જ તેનાં બીજા બાળકને જન્મ આપે તેમ છે.
Published by: Margi Pandya
First published: February 10, 2021, 12:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading