કિમ કાર્દિશિયાં લેશે કાન્યે વેસ્ટ સાથે છુટાછેડા, છેલ્લા ઘણાં મહિનાઓથી બંને અલગ રહે છે

News18 Gujarati
Updated: February 20, 2021, 12:37 PM IST
કિમ કાર્દિશિયાં લેશે કાન્યે વેસ્ટ સાથે છુટાછેડા, છેલ્લા ઘણાં મહિનાઓથી બંને અલગ રહે છે
કિમ કાર્દિશિયા થઇ રહી છે તેનાં પતિથી અલગ

40 વર્ષીય કિમ (Kim kardashians) લાંબા સમયથી લોસ એન્જલસમાં તેનાં ચાર બાળકોની સાથે રહે છે. તો 43 વર્ષનો કાન્યે વેસ્ટ (Kanye West) વ્યોમિંગમાં તેનાં ફાર્મ હાઉસમાં રહે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હોલિવૂડ એક્ટ્રેસ કિમ કાર્દિશિયા (Kim kardashians) જલ્દી જ તેનાં પતિ અમેરિકન રેપર કાન્યે વેસ્ટથી (Kanye West)અલગ થવાની છે. રિપોર્ટ મુજબ, બંને વચ્ચે કંઇ જ ઠીક નથી ચાલી રહ્યું. ગત ઘણાં મહિનાઓથી બંને અલગ થઇ ગયા છે. એટલું જ નહીં કિમનાં પતિએ તેનાંથી અલગ થવા માટે લોસ એન્જલસમાં એક નામી વકીલ લોરા વાસરને હાયર પણ કરી લીધો છે.

રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય કિમ (Kim kardashians) લાંબા સમયથી લોસ એન્જલસમાં તેનાં ચાર બાળકોની સાથે રહે છે. તો 43 વર્ષનો કાન્યે વેસ્ટ (Kanye West) વ્યોમિંગમાં તેનાં ફાર્મ હાઉસમાં રહે છે. થોડા દિવસો પહેલાં બંને વેડિંગ રિંગ વગર દેખાય હતાં. ત્યારથી તેમનાં વચ્ચે ખટરાગની વાત ચર્ચામાં છે. કિમ અને કાન્યે બંને સાથે હોલિડે પર પણ નહોતા ગયા.

કિમ વકીલ બનાવા માટે કાન્યેથી લઇ રહી છે છુટાછેડા- સૂત્રો મુજબ, કિમે પોતે જ કાન્યેથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલે કરવામાં આવ્યો છે કારણ કે, તે બાર એક્ઝામ અને વકીલ બનવા માટે ઘણો સીરિયસ છે. કિમ તેનાં જેલ સુધાર અભિયાન અંગે ગંભીર છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે કિમ અને કાન્યેનાં છુટાછેડાની વાતો થઇ હોય આ પહેલાં પણ ઘણી વખત તેમનાં વચ્ચે આ મામલે વાતો થઇ ગઇ છે જોકે બંને એ હાલમાં જ ડિવોર્સ ફાઇલ કર્યા છે. આ અંગે હજુ સુધઈ કોઇ જ સ્પષ્ટ જાણકારી મળી નથી.

આ કિમનાં ત્રીજા છૂટાછેડા થશે- સૂત્રો મુજબ, કિમે 7 વર્ષનાં આ સંબંધ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેણે કાન્યે સાથે વાત કી છે તેનું કહેવું છે કે તે હવે સ્પેસ ઇચ્છે છે. જેથી તેનાં ભવિષ્ય પર ફોકસ કરી શકે. જો કિમ અને કાન્યે અલગ થાય છે તો, આ કિમનાં ત્રીજા ડિવોર્સ થશે. કિમ આ પહેલાં ડેમન થોમસ અને ક્રિસ હમ્ફ્રીઝને છૂટાછેડા આપી ચુકી છે. કિમ અને કાન્યેએ 2014માં લગ્ન કર્યા હતાં. તેને આ લગ્નથી ચાર બાળકો છે. સૌથી મોટી દીકરીનું નામ નોર્થ, મોટા દીકરાનું નામ સેન્ટ, નાની દીકરીનું નામ શિકાગો અને દીકરાનું નામ સામ છે.
Published by: Margi Pandya
First published: February 20, 2021, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading