ગુજરાતી રંગભૂમિના વિખ્યાત કલાકાર અને બોલિવૂડ અભિનેતા શર્મન જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન
News18 Gujarati Updated: January 29, 2021, 11:35 AM IST
અરવિંદ જોશી, શર્મન જોશી (ફાઇલ તસવીર)
Gujarati theater artist Arvind Joshi passes away: અરવિંદ જોશીએ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે જ કરવામાં આવશે.
મુંબઈ: ગુજરાતી સિનેમાના ઇતિહાસના સાક્ષી રહેલા અરવિંદ જોશી (Arvind Joshi)નું નિધન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. અરવિંદ જોશી બોલિવૂડ તેમજ ગુજરાતી અભિનેતા શર્મન જોશી (Sharman Joshi)ના પિતા છે. તેમણે વર્ષ 1975માં આવેલી 'શોલે' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર (Assistant director) તરીકે કામ કર્યું હતું. અરવિંદ જોશીના નિધન બાદ શર્મન જોશીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે અરવિંદ જોશીએ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે જ કરવામાં આવશે. અરવિંદ જોશી ગુજરાતી થિયેટર એક્ટર અને ડિરેક્ટર હતા. તેઓ ગુજરાતી સિનેમાના ઇતિહાસના સાક્ષી રહ્યા છે.
પરેશ રાવલે ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિબોલિવૂડ અભિનેતા પરેશ રાવલે અરવિંદ જોશીના નિધન પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરેશ રાવલે ટ્વીટ કરીને લખ્યું છે કે, "ભારતીય નાટ્ય જગતને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભારે હૃદયે અભિનેતા શ્રી અરવિંદ જોશીને શ્રદ્ધાજંલિ."
અરવિંદ જોશીની વાત કરવામાં આવે તો તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. તેમનો દીકરો શર્મન જોશી બોલિવૂડનો દિગ્ગજ કલાકર છે. ઉપરાંત દીકરી માનસી જોશી પણ ખૂબ સારી સ્ટેજ કલાકાર છે. અરવિંદ જોશીએ બોલિવૂડની 'શોલે', 'અમન કી આગ', ઇત્તેફાક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો: Indigo Paints IPO: ઇન્ડિગો પેઇન્ટ્સના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો
પિતાના નિધન પહેલા એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા શર્મન જોશીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે દશકા સુધી બોલિવૂડમાં કામ કરવા છતાંય આજે પણ તેને એવું લાગે છે કે તે આઉટ સાઇડર છે. કારણ કે તે કોઈ બોલિવૂડ સ્ટાર પરિવારમાંથી નથી આવતો. શર્મન જોશીએ પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા સાથે લગ્ન કર્યાં છે.
Published by:
Vinod Zankhaliya
First published:
January 29, 2021, 11:21 AM IST