બંગાળી મોડલ અને ભાજપ નેતા પામેલા ગોસ્વામીની કોકેઇન સાથે ધરપકડ
News18 Gujarati Updated: February 20, 2021, 4:18 PM IST
પામેલા ગોસ્વામી, મોડલ અને ભાજપની યુવા નેતા
પામેલા કારમાં કોકેઈન લઈને જઈ રહી છે. કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાં પોલીસે પામેલાની ગાડીની તપાસ કરી ત્યારે ગાડીમાં મુકેલી બેગમાંથી 100 ગ્રામ કોકેઈન ઝડપાયું હતું. ત્યારપછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
કોલકાતા: મોડલ અને બીજેપીની યુવા નેતા (BJP Yuva Neta) પામેલા ગોસ્વામીની (Pamela Goswami) શુક્રવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે. પામેલા તેની કારની અંદર કોકેઈન લઈને જઈ રહી હતી. પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમારની પણ ધરપકડ કરી લીધી છે. પામેલાની બેગમાંથી 100 ગ્રામ કોકેઈન મળ્યું છે. તેની બજાર કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે. કાર્યવાહી દરમિયાન બંનેની સાથે કારમાં જે સુરક્ષાકર્મી હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
હકીકતમાં ખબરી દ્વારા જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે, પામેલા કારમાં કોકેઈન લઈને જઈ રહી છે. કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાં પોલીસે પામેલાની ગાડીની તપાસ કરી ત્યારે ગાડીમાં મુકેલી બેગમાંથી 100 ગ્રામ કોકેઈન ઝડપાયું હતું. ત્યારપછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
કોણ છે પામેલા ગોસ્વામી? પામેલા ગોસ્વામી ભાજપનાં યુથ વિંગના સેક્રેટરી છે. આ સાથે જ હુગલી જિલ્લા ભાજપાના સચિવ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓની તસવીરો પોસ્ટ કરી છે. તે તેના સોશિયલ મીડિયા પર બીજેપીની રેલી અને અન્ય પ્રવૃતિઓની તસવીરો અપલોડ કરતી રહે છે. પામેલા ઘણી વખત બીજેપી નેતાઓ સાથે પ્રચાર કરતી પણ જોવા મળે છે.
રાજકારણમાં આવતા પહેલાં પામેલા ગોસ્વામી મોડલિંગ કરતી હતી. તે એરહોસ્ટેસ પણ રહી ચૂકી છે અને બંગાળી ટેલિવિઝનમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કરી લીધુ છે.
Published by:
Margi Pandya
First published:
February 20, 2021, 4:16 PM IST