અક્ષય કુમાર સાથે જોવા મળી ક્રિતી, 'બચ્ચન પાંડે'માં ક્રિતી સેનનનો લૂક થયો જાહેર

News18 Gujarati
Updated: February 22, 2021, 4:51 PM IST
અક્ષય કુમાર સાથે જોવા મળી ક્રિતી, 'બચ્ચન પાંડે'માં ક્રિતી સેનનનો લૂક થયો જાહેર
ક્રિતી સેનનનો નવો લૂક જાહેર

કૃતિ સેનન અને અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની છે. કૃતિ સેનને બચ્ચન પાંડે સાથે તેના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં કૃતિ અક્ષય કુમાર સાથે જોવા મળી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ચાહકો બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ અક્ષય કુમારે તેની ફિલ્મ 'બચ્ચન પાંડે'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. અક્ષય કુમારનો લુક આ ફિલ્મમાં પહેલેથી જ સામે આવ્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટ્રોંગ લુકમાં જોવા મળ્યો હતો. હવે પહેલીવાર ફિલ્મમાંથી ક્રિતી સેનનનો લૂક સામે આવ્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

કૃતિ સેનન અને અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની છે. કૃતિ સેનને બચ્ચન પાંડે સાથે તેના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં કૃતિ અક્ષય કુમાર સાથે જોવા મળી છે. આ ફોટો શેર કરતી વખતે કૃતિ સેનને માહિતી આપી છે કે 'બચ્ચન પાંડે'ના શૂટિંગનું શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે કૃતિ સેનને તેને એક ખૂબ યાદગાર અને મનોરંજક શિડ્યુલ તરીકે વર્ણવ્યું છે.



ક્રિતી સેનન આ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં કૃતિ સેનનના પાત્રનું નામ 'માયરા' હશે. ક્રિતિએ ખુદ આ અંગે ખુલાસો કર્યો છે. ક્રિતી સેનને તેની પોસ્ટમાં 'બચ્ચન પાંડે'માં તેના પાત્રનું નામ જાહેર કર્યું છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મમાં ગેંગસ્ટર તરીકે જોવા મળશે. અક્ષય કુમાર આજકાલ જેસલમેરમાં 'બચ્ચન પાંડે'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય અક્ષય સૂર્યવંશી અને બેલબોટમમાં પણ જોવા મળશે.
Published by: Margi Pandya
First published: February 22, 2021, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading